તપાસ પૂરી ન થાય ત્યાં સુધી હાર્દિક, રાહુલ ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • તપાસ પૂરી ન થાય ત્યાં સુધી હાર્દિક, રાહુલ ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડ

તપાસ પૂરી ન થાય ત્યાં સુધી હાર્દિક, રાહુલ ટીમ ઈન્ડિયામાંથી સસ્પેન્ડ

 | 12:34 am IST

। નવી દિલ્હી ।

ભારતીય ટીમનો ઓલ રાઉન્ડર હાર્દિક પંડયા અને ઓપનિંગ બેટ્સમેન લોકેશ રાહુલ હાલમાં એક વિવાદમાં અટવાયેલા છે. આ વિવાદને પગલે ભારતીય ટીમ દ્વારા તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બીસીસીઆઈ દ્વારા બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાથી પરત બોલાવી લેવાયા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે તપાસ પૂરી નહીં થાય ત્યાં સુધી હાર્દિક અને રાહુલ ટીમનો ભાગ નહીં બની શકે. ઉલ્લેખનીય છે કે, હાર્દિકે કોફી વિથ કરણ નામના શો દરમિયાન મહિલાઓ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ બંનેની સ્થિતિ કફોડી થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી સીઓએના પ્રમુખ વિનોદ રાયે માહિતી આપતા જણાવ્યું હતું કે, પંડયા અને રાહુલને તેમની સામેની તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ટીમમાંથી સસ્પેડ કરી દેવાયા છે. આ નિર્ણય સીઓએ ડાયના એડુલજીના પ્રસ્તાવ બાદ લેવામાં આવ્યો હતો. એડુલ્જીએ બે મેચના પ્રતિબંધની માગત કરી હતી. બીસીસીઆઈ દ્વારા આ મુદ્દે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી.

ટીમ ઈન્ડિયા અને વિરાટ કોહલીએ અંતર જાળવ્યું

મહિલાઓ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ઓલરાઉન્ડર હાર્દિક પંડયા પર પ્રતિબંધનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એવું જણાવ્યું કે મને પંડયા પરના સંભવિત પ્રતિબંધની જરાય ચિંતા નથી કારણ કે ટીમ ઈન્ડિયાની પાસે રવિન્દ્ર જાડેજા છે જે પંડયાનું સ્થાન લઈ શકે છે. કોહલીએ કહ્યું કે અમે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝની સામે એક ફિંગર સ્પિનર અને રિસ્ટ સ્પિનરની સાથે રમ્યાં હતા.રવીન્દ્ર જાડેજા પંડયાનો વિકલ્પ બની શકે છે. તેથી અમને ઝાઝી ચિંતા નથી કારણ કે તમારી પાસે હંમેશાં એવી કોઈ બાબત હોય છ જે કોઈ પણ પરિસ્થિતિમાં સંતુલન સાધી શકે છે. તે ઉપરાંત અમે એવા પણ ખેલાડીઓને રાખ્યા છે જે બેટ અને બોલ દ્વારા અમને કોઈ પણ સ્થિતિમાં ટેકો આપી શકે.

એક શો દરમિયાન બેજવાબદાર નિવેદન કર્યા હતા

ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને લોકેશ રાહુલે મહિલા વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. જેને પગલે તેમની પર પ્રતિબંધનો ખતરો તોળાઈ રહ્યો છે. ટીવી શો કોફી વિથ કરણમાં હાર્દિક પંડયા સાથી ખેલાડી લોકેશ રાહુલ સાથે પહોંચ્યો હતો. શો દરમિયાન હાર્દિકે કેટલીક એવી વાતો કહી જેનાથી વિવાદ થયો હતો. કરણ જોહરે બંને ખેલાડીઓને તેમના અંગત જીવન વિશે સવાલ કર્યા હતા. હાર્દિક પંડયાએ આ દરમિયાન પોતાના અંગત જીવન સાથે જોડાયેલા સવાલોના જવાબ આપ્યા હતા. હાર્દિકે પોતાના માતા-પિતાને પાર્ટીમાં લઈને ગયો હતો જ્યાં માતા-પિતાએ હાર્દિકને પૂછયું કે, કઈ મહિલાને જોઈ રહ્યો છે? તેણે એક બાદ એક તમામ મહિલાઓ તરફ આંગળી દર્શાવી કહ્યું હતું કે, હું તમામને જોઈ રહ્યો છું. તેને એક સવાલ એવો કરાયો હતો કે, તે ક્લબમાં મહિલાઓના નામ કેમ નથી પૂછતો તો હાર્દિક પંડયાએ કહ્યું કે, મને તેમને જોવી પસંદ છે. હું તેમને જોવા માગું છું કે, તે કેવી રીતે ચાલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન