Check Gold Quality before purchase on Dhanteras
  • Home
  • Business
  • ધનતેરસ પર સોનાની ખરીદીનો છે પ્લાન! તો ઘરે બેઠા આ રીતે કરો સાચા-ખોટાની પરખ

ધનતેરસ પર સોનાની ખરીદીનો છે પ્લાન! તો ઘરે બેઠા આ રીતે કરો સાચા-ખોટાની પરખ

 | 4:15 pm IST

ભારતીય સંસ્કૃતિમાં સોનાની ખરીદને ખૂબજ મહત્વ આપવામાં આવે છે. દિવાળી પહેલા ધનતેરસના દિવસે લોકો મોટાભાગે સોના-ચાંદી જેવી કિંમતી ધાતુંઓની ખરીદ કરવાનું પસંદ કરે છે અને તેને શુભ માને છે. તેથી દર વર્ષે દિવાળી અને ધનતેરસના દિવસે સોના-ચાંદની ખરીદમાં વધારો અને તેજી જોવા મળે છે.

આ રીતે માંગમાં વધારો થતા ઘણી વખત સોનામાં અન્ય સસ્તી ધાતુઓની ભેળસેળ થઈ હોવાની ફરિયાદો પણ આપણે સાંભળતા હોઈ છીએ. તેથી આ જરૂરી છે કે સોનાની ખરીદ વખતે તમે સાવચેત રહો અને અમુક બાબતોનું જરૂરથી ધ્યાન રાખો. તમને આ વાતની માહિતી હોવી જોઈએ કે અલગ-અલગ શુદ્ધતાવાળા સોનાની કિંમત પણ અલગ-અલગ હોય છે. આ સાથે તમે અમુક ઘરેલું યુક્તિઓથી પણ અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકો છો.

હોલમાર્ક:

સોનું ખરીદતા સમયે ગ્રાહકે સૌથી પહેલા BIS હોલમાર્ક જોઈને સોનું ખરીદવું જોઈએ. હોલમાર્કથી અસલી સોનાની ઓળખ કરવી ખૂબજ સરળ હોય છે. આપને જણાવી દઈએ કે હોલમાર્ક, ભારતીય માનક(Standards) બ્યુરોનું ત્રિકોણાકાર ચિહ્ન હોય છે અને તેની ઉપર હોલમાર્કિંગ સેન્ટરના લોકો સાથે સોનાની શુદ્ધતા પણ લખેલી હોય છે.

એસિડ ટેસ્ટ:

જો તમે અસલી સોનાની ઓળખ કરવા ઇચ્છતા હોવ તો તમે એસિડ ટેસ્ટ કરીને પણ સરળતાથી તે કરી શકો છો. આ માટે તમારે એક પિનથી સોનાની વસ્તુ પર સામાન્ય સ્ક્રેચ કરવાની રહેશે. પછી ત્યાં નાઇટ્રિક એસિડનું એક ટીપું પાડવાનું હોય છે. નકલી સોનું તરત જ લીલુ થઈ જશે. જ્યારે અસલી સોના પર કોઈ પણ પ્રકારની અસર નહીં થાય. આ પ્રયોગ કરતા સમયે એસિડથી સાવચેતી રાખવી.

ચુંબકથી કરો તપાસ:

આપને જાણ હશે કે અસલી સોનું ક્યારે ચુંબકથી ચોંટતું નથી. તેથી સોનાની ખરીદ કરતા સમયે તેમ ચુંબક વડે પણ અસલી અને નકલી સોનાની ઓળખ કરી શકો છો. અસલી સોનું ક્યારે ચુંબક તરફ આકર્ષિત થતું નથી. જ્યારે નકલી અને ભેળસેળવાળું સોનું ચુંબક તરફ આકર્ષિત થાય છે.

વોટર ટેસ્ટ:

પાણીના માધ્યમથી પણ તમે ખરા સોનાની પરખ કરી શકો છો. આ માટે તમારે સૌથી પહેલા એક કપ પાની લેવું પડશે અને પછી તેમાં સોનાની વસ્તુને ડુબાડીને ચેક કરી શકો છો. જો સોનાની વસ્તુ પાણીમાં ડૂબી જાય છે તો તે અસલી છે અને જો તે તરવા લાગે તો તે નકલી હોય શકે છે. કારણે કે સોનું ક્યારે પાણીમાં તરતું નથી. ઉપરાંત સોનાને ક્યારે કાટ લાગતો નથી.

આ વીડિયો પણ જુઓ: મહારાષ્ટ્ર વિધાનસભા ચુંટણી પર યુનિયન મીનીસ્ટર પીયુષ ગોહેલની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન