RTOનું ચેકિંગઃ ૧૦૩૦માંથી ૨૦% રિક્ષાઓમાં ઈ-મીટરના સીલ ગાયબ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • RTOનું ચેકિંગઃ ૧૦૩૦માંથી ૨૦% રિક્ષાઓમાં ઈ-મીટરના સીલ ગાયબ

RTOનું ચેકિંગઃ ૧૦૩૦માંથી ૨૦% રિક્ષાઓમાં ઈ-મીટરના સીલ ગાયબ

 | 12:09 am IST

મુંબઈ, તા. ૨૩

રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (આરટીઓ) દ્વારા ૧૮ ફેબ્રુઆરીથી  હાથ ધરાયેલ અણધાર્યા ચેકિંગના ભાગરૂપે ૧૦૩૦ ઓટોની તપાસ કરાતા તેમાંથી ૨૦ ટકા ઓટોમાં ઇલેક્ટ્રોનિક મીટરો (ઈ-મીટર)ના સીલ તૂટેલા અથવા ગાયબ જણાયા હતા. આરટીઓને રિક્ષાઓના ઈ-મીટરોમાં ચેડા કરાતા હોવાની અનેક ફરિયાદો મળતા આ તપાસ શરૂ કરવામાં આવી હતી.

દરમ્યાન તારદેવ આરટીઓએ બુધવારે શિવરી-ચેમ્બુર રોડ પર ભક્તિ પાર્ક મોનોરેલ સ્ટેશનથી અંકિત ડેપો વચ્ચે તેના નિર્ધારીત ૨ કિ.મી.ના ચકાસણી ટ્રેક પર ઈ-મીટરોની ચકાસણી ફરી શરૂ કરી હતી.

ત્રણ ટેક્સીઓની ચકાસણી કરાતા એકમાં મીટરનું સીલ ગાયબ જણાયું હતું.

અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધવાર સાંજ સુધીમાં ટ્રાન્સપોર્ટ કમિશનરની ઓફિસ અને ચાર આરટીઓમાંથી ફ્લાઈંગ સ્કવોડ્સ દ્વારા ૧૦૩૦ ઓટોરિક્ષા અને ૮૨ ટેક્સીઓની ચકાસણી કરવામાં આવી હતી. ૨૨૦ રિક્ષાઓમાં મીટરના સીલ તૂટેલા જણાયા હતા. જે ટેક્સી અથવા રિક્ષાઓમાં મીટરો સાથે ચેડાં કરાયા હશે તેમની સામે કાર્યવાહી કરાશે.

આૃર્યજનક રીતે ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસના સ્ક્વોડને આશરે ૧૪૫ ઈ-મીટર સીલ તૂટેલા જણાયા જ્યારે અંધેરી અને બોરીવલી આરટીઓના સ્ક્વોડને ૮૫ કિસ્સા ધ્યાનમાં આવ્યા પણ વડાલા અને તારદેવ આરટીઓના સ્ક્વોડને એક પણ કિસ્સો ન મળ્યો. તમામ સ્ક્વોડે સોમવારે કાર્યનો પ્રારંભ કર્યો જ્યારે તારદેવ આરટીઓએ મંગળવારે તપાસ શરૂ કરી.

ગયા સપ્તાહે જોગેશ્વરીમાં એક સિવિલ એન્જિનિયર પાસે એક રિક્ષા ડ્રાઈવરે વધારે ભાડંુ માગતા તેણે ફરિયાદ કરી હતી. તેના પગલે રિક્ષાની તપાસ કરવામાં આવતા સ્ટીયરીંગ હેન્ડલ નીચે એક બટન મળી આવ્યું હતું જેને દબાવતા મીટરની ગતિ વધી જતી હતી. પહેલી જ વાર રિક્ષા ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.

એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે તમામ પરમિટધારકોના દસ્તાવેજો જપ્ત કરાશે અને તેઓ મીટરનું રિકેલિબ્રેશન કરે પછી જ પાછા અપાશે. જો પરમિટ ધારકના મીટરનું સીલ ગાયબ જણાશે તો તેને રૂ. ૧,૨૫૦નો દંડ કરાશે. તેઓ પરમિટ સસ્પેન્ડ કરવાનો વિચાર કરતા હતા પણ વાહનોના પાર્કિંગની તંગી હોઈ આ વિચાર તેમણે પડતો મૂક્યો હતો.

;