Check Out Junagadh Police Constable G.B. Parmar's ruffianism towards public
  • Home
  • Ahmedabad
  • લુખ્ખાઓને પણ ન શોભે તેવી કોન્સ્ટેબલ G.B.પરમારની પોસ્ટ વાયરલ, કહ્યું- ‘ધોકા મારવા જ જોડાયો છું’

લુખ્ખાઓને પણ ન શોભે તેવી કોન્સ્ટેબલ G.B.પરમારની પોસ્ટ વાયરલ, કહ્યું- ‘ધોકા મારવા જ જોડાયો છું’

 | 12:27 pm IST

આજકાલ ગુજરાત પોલીસના તેવર બદલાઇ ગયા હોય તેવું તેમના વર્તન પરથી લાગી રહ્યું છે. પોલીસ પ્રજાની નહીં પરંતુ ગુંડાઓની બની ગઇ છે. એટલું જ નહીં રાજ્યમાં પોલીસનો ગુંડાઓ કરતા પણ વધારે ત્રાસ જોવા મળી રહ્યો છે. ગુજરાત પોલીસ જાણે પોતાને સર્વસ્વ માનીને ખાખી વર્દીનો ખોફ રાજ્યની ભોળી જનતા સહિત હવે મીડિયાને બતાવી રહી છે.

જૂનાગઢમાં પોલીસ મીડિયાકર્મીઓ સાથે આટલું ખરાબ વર્તન કર્યું હોવા છતાં તેમને તેમની ભૂલ જણાતી નથી. આજે જ્યારે રાજ્યભરમાં પોલીસને ગુંડા તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે જૂનાગઢનો એક  પોલીસ કોન્સ્ટેબલે મીડિયાને ધમકી આપતી પોસ્ટ ફેસબુક સહિત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. મામૂલી પોલીસ કોન્સ્ટેબલે સોશિયલ મીડિયા મારફતે મીડિયાને ધમકી આપી છે. ત્યારે એવો સવાલ પણ ઉઠે કે શું કોઇ આકાઓના કહેવાથી કે કોઇ નેતાઓના છુપા આર્શિવાદથી જી.બી.પરમાર આવી પોસ્ટ વાયરલ કરી રહ્યો છે કે શું અને અત્યાર સુધીમાં કેમ તેની સામે પગલા નથી લેવાયા ? 

જૂનાગઢના પોલીસ કોન્સ્ટેબલ G.B પરમારે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને મીડિયાને ખુલ્લી ધમકી આપી છે. સામાન્ય રીતે જૂનાગઢના G.B પરમાર હાલ વડોદરામાં પોતાની ફરજ બજાવી રહ્યા છે. તેમને મીડિયાને ખુલ્લી ધમકી આપતા જણાવ્યું કે, ગમે તે હાલતમાં હું મારી વર્દીનો ખોફ જમાવશે. આ કોન્સ્ટેબલે જાતે કબલ્યૂ છે કે, ધોકા મારવા માટે જ પોલીસમાં હું જોડાયો છું. ત્યારે સવાલ થવો  સ્વાભાવિક છે કે શું પોલીસને નેતાઓએ હપ્તા ઉઘરાવવાનું અને સામાન્ય લોકો પર દમન ગુજારવાનું લાયસન્સ આપ્યું છે ? છાસવારે મીડિયામાં  બાઇટો આપતા નેતાઓ અત્યારે કેમ દેખાતા નથી ?

G.B પરમારની લુખ્ખાગીરી જોઇને એવું લાગી રહ્યું છે કે આવા પોલીસકર્મીઓના કારણે પોલીસતંત્ર બદનામ થઇ રહ્યું છે. જૂનાગઢના G.B પરમારના નિવેદન લુખ્ખાઓને પણ  શોભે તેવું છે. હાલ સોશિયલ મીડિયામાં તેમની ધમકીના પગલે લોકો તેમને ધિક્કારી રહ્યા છે. લોકમુખે એવી પણ ચર્ચાઓ થઇ રહી છે કે “સુ” અને “શું” નો ભેદ ન પારખતો જી.બી. પરમાર કોઇની ભલામણથી નોકરીમાં જોડાયો હોય તો પણ નવાઇ નહીં. 

પોલીસ કોન્સ્ટેબલ G.B પરમારે આજે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, હું જૂનાગઢ નો જ છું ને હું ત્યાં હાજર નહોતો બાકી ખબર પડત કે ઓન ડ્યૂટીમાં ખાખીને ધક્કો મારવાથી શું શું ખાવું પડે. આ પોલીસ કોન્સ્ટેબલે ખુલ્લી ધમકી આપતા કહ્યું કે, રાજ્યમાં સરકાર ગમે એની થાય ધોકા તો અમારા જ પડવાના. આ કોન્સ્ટેબલે મીડિયાને આટા વિનાની કપલીઓ તરીકે સંબોધન કર્યું હતું, અને કહ્યું કે, આટા વિનાની કપલીઓએ ગુજરાત પોલીસથી ખાસ ધ્યાન રાખવું.

આ કોન્સ્ટેબલે પોસ્ટમાં હળાહળ જુઠ્ઠું બોલ્યો હતો, જૂનાગઢના થયેલા મીડિયા કર્મીની ઘટનાનો વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે, તો પણ જી.બી.પરમારે જણાવ્યું હતું કે, કોઇ કેમેરો તોડવાની કોશિશ નથી કરતું. જરા જુઓ એ પોલીસ ઓફિસર એના બાપની ઉંમરનો છે. એને ધક્કો માર્યો… હું ત્યાં હાજર હોત ને તો આ કેમેરોને એની સિસ્ટમને અને એ સિસ્ટમ વારો આ ત્રણેયને ખબર પડી જાત કે શું થાય..

સામાન્ય રીતે પોલીસ પ્રજાના રક્ષણ માટે અને કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું કામ કરે છે. પરંતુ આજકાલ ગુજરાત પોલીસ હપ્તાખોર અને તોડબાજ બની ગઇ છે. એટલું જ નહીં પોલીસને હવે લોકશાહીની ચોથી જાગીરનું પણ ભાન રહ્યું નથી. મીડિયાકર્મીઓ ગુંડાઓ નથી, કે તેમને હત્યાઓ નથી કરી કે ગુજરાત પોલીસ આવી રીતે તેમની સાથે વર્તન કરે છે. ગઇકાલે જૂનાગઢમાં બનેલી ઘટના બાદ રાજ્યભરમાં પોલીસ પર તિરસ્કાર જોવા મળી રહ્યો છે.

જૂનાગઢમાં રવિવારે રાધારમણદેવ ટેમ્પલ બોર્ડની ચુંટણી પૂર્ણ થયા બાદ એક સ્વામી ઉપર હુમલો કરાયાના એક શંકાસ્પદ શખ્સની પોલીસે અટકાયત કરીને પોલીસવાનમાં લઈ જતી હતી, તે સમયે સંદેશ ન્યુઝની ટીમ કવરેજ કરી રહી હતી. ત્યારે પોલીસે તેમની સાથે ખરાબ વર્તન કરીને મારામારી કરી લાઠીચાર્જ કર્યો હતો. જૂનાગઢ પોલીસે સંદેશ ન્યૂઝના કેમેરા સહિત મીડિયા કર્મીઓને માર માર્યો હતો. આ તરફ હજુ સુધી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કોઇ પગલા ન લેવાયા નથી. હવે રાજ્યની જનતા સરકાર કેટલી હગે સંવેદનશીલ છે તે સમજી ગઇ છે અને આટ આટલું થયું છતાં પોલીસ કર્મીઓ સામે પગલા ન લેતા કોઇ નેતાઓના કહેવાથી પોલીસે આવું  નથી કર્યું ને તે દિશામાં પણ તર્ક વિતર્ક વહેતા થયા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન