આ બાબતોને ધ્યાનમાં રાખી ખરીદશો કેમેરો, તો થશે બચત સાથે લાભ! - Sandesh
  • Home
  • Featured
  • આ બાબતોને ધ્યાનમાં રાખી ખરીદશો કેમેરો, તો થશે બચત સાથે લાભ!

આ બાબતોને ધ્યાનમાં રાખી ખરીદશો કેમેરો, તો થશે બચત સાથે લાભ!

 | 5:22 pm IST

સારા ફોટોગ્રાફની વાત હોય કે પછી પ્રવાસ અને ખાસ પ્રસંગનો ફોટો હોય. અહીં સૌથી મહત્વનું કામ એક કેમેરા કરે છે. માટે ફોટોગ્રાફીનો શોખ હોય પણ યોગ્ય કેમેરો ખરીદવામાં ના સમજ હોવ તો સારી ફોટોગ્રાફી કરીને પ્રિન્ટ કાઢી શકાતી નથી. તમે એવો કેમેરો ખરીદો જેમાં તમારી જરૂરિયાત પ્રમાણે પ્રિન્ટ સાઈઝ બરાબર મળી રહે. જો તમે 8×10 ઈચની પ્રિન્ટ લેવા માગતા હોય તો તે પ્રકારના પિક્સલવાળું મોડલ પસંદ કરો. જો તમે 16×20ની પ્રિન્ટ ઈચ્છતા હોવ તે પ્રમાણેના પિક્સલ્સનો કેમેરા જરૂરી છે. જો તમે ઈમેલથી કે વેબ પોસ્ટિંગથી ફોટો અપલોડ કરતા હોવ તો 2MP કેમેરા પણ પુરતો છે. યાદ રાખો મેગા પિક્સલનો સંબંધ ઈમેજ સાઈઝ સાથે છે, ક્વોલિટી
સાથે કદાપી નહીં.

પ્રથમ એ માહિતી મેળવો કે તમારી જરૂરિયાત મુજબ કેમેરામાં તમામ ફીચર્સ છે કે નહીં. જો તમારે ઓપ્ટિકલ ઝુમ લેન્સ તેમજ મેન્યુઅલ કંટ્રોલ્સની જરૂર હોય તો તે પ્રમાણે કેમેરા ખરીદો. માત્ર કેમેરા બોડીની જ નહીં તેના પછી પાછળથી થનારા ખર્ચને પણ ધ્યાનમાં રાખો. જેમકે મેમરી કાર્ડથી લઈને ચાર્જર, એક્સ્ટ્રા લેન્સ વગેરે બાબતો.

મોટાભાગના ડીએસલઆર કેમેરામાં યુએસબી ઈન્ટરફેસ હોય છે. જેનાથી તમે ડિજિટલ તસવીરને કેમેરાથી કમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરી શકો છો. જો હાઈ ક્વોલિટી ફોટાને ટ્રાન્સફર કરી રહ્યા હોવ તો સ્પીડ માટે યુએસબીનો ઉપયોગ કરો.

ઝૂમ લેન્સવાળા કેમેરા પર વિચાર કરતી વખતે ઓપ્ટિકલ ઝૂમ ડિસ્ટન્સને ખાસ ધ્યાનમાં રાખો, નહીં કે ડિજિટલ ઝૂમ ડિસ્ટન્સ. ડિજિટલ ઝૂમ કોઈ તસવીરને ક્રોપ કરવા અને મેગ્નિફાઈ કરવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. જેના કારણે ઈમેજ ક્વોલિટી બગડી જાય છે.

કેમેરાની વધુ માહિતી ન હોય તો વધારે પડતા મોડલ્સ અને સેટિંગ્સવાળા કેમેરા તમારા કામના નથી, કારણ કે તમે ઉપયોગ એક ઓપ્શનનો કરશો અને ખર્ચ વધી જશે. તમે શીખી શકો અને સમજી શકો તેવા કેમેરા પર પસંદગી ઉતારો.