Checkbook and MICR code of 3 Bank are going to be invalid from 1st October.
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • આ ત્રણ બેંકોના MICR કોડ અને ચેકબુક 30 સપ્ટેમ્બર 2021થી અમાન્ય થઇ જશે

આ ત્રણ બેંકોના MICR કોડ અને ચેકબુક 30 સપ્ટેમ્બર 2021થી અમાન્ય થઇ જશે

 | 6:17 pm IST
  • Share

બેંકના ગ્રાહકો માટે એક મોટી ખબર આવી છે. દેશની 3 સાર્વજનિક ક્ષેત્રની બેંકોની ચેકબુક બિન-ઉપયોગી થઇ જશે. આવામાં જો તમારૂ ખાતુ પણ આ બેંકોમાં છે તો સમય વેડફ્યા વિના ચેકબુક બદલાવી લો. આ બેંક તે છે જેનું તાજેતરમાં જ અન્ય બેંકમાં વિલય થયુ છે. બેંકનું વિયલ થવાથી એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટ નંબર, આઇએફએસસી તથા એમઆઇસીઆર કોડમાં બદલાવ થવાના કારણે 1 ઓક્ટોબર 2021થી બેંકિંગ સિસ્ટમ જૂના ચેકને રિજેક્ટ કરી નાંખશે.

ચેકબુક અમાન્ય થઇ જશે

1 ઓક્ટોબરથી આ 3 મોટી બેંકોની તમામ ચેકબુક અમાન્ય થઇ જશે. માટે આ તમામ બેંકોના ગ્રાહકોને સલાહ આપવામાં આવી છે કે, તેઓ તાત્કાલિક પોતાની શાખામાં જાય અને નવી ચેકબુક માટે આવેદન કરે. 1 ઓક્ટોબરથી ઇલાહાબાદ બેંક, ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ અને યૂનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયાની ચેકબુક અને MICR કોડ અમાન્ય થઇ જશે. નોંધનીય છે કે, ગ્રાહકોને એલર્ટ કરાયા છે કે, આ ત્રણેય બેંકોના MICR કોડ અને ચેકબુક 30 સપ્ટેમ્બર 2021થી અમાન્ય થઇ જશે.

ગ્રાહકો નજીકની શાખામાંથી નવી ચેકબુક મેળવી શકે છે. આ સિવાય ગ્રાહકો ઈન્ટરનેટ બેંકિંગ (ઈન્ટરનેટ બેંકિંગ/ઓનલાઈન બેંકિંગ) અથવા મોબાઈલ બેંકિંગ દ્વારા પણ અરજી કરી શકે છે. પીએનબી ગ્રાહકો એટીએમ, ઇન્ટરનેટ બેન્કિંગ અથવા પીએનબી વન દ્વારા અરજી કરી શકે છે.

તમને જણાવી દઇએ કે, બેંકના એકાઉન્ટ હોલ્ડર્સને ઓનલાઇન બેંકિંગ લેણદેણની સુવિધાનો ઉપયોગ કરવા માટે વિલય બાદ બેંકના નિયમો અનુસાર પોતાની જૂની આઇએફએસસી કોડ બદલવાની જરૂરીયાત રહેશે. એટલે જો તમે આ બેંકોના ગ્રાહક છો તો તાત્કાલિક તમામ વસ્તુને અપડેટ કરાવી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન