આ રીતે ઘરે બનાવો 'ચિઝ ગાર્લિક બ્રેડ', ખાવાની આવશે જોરદાર મજા - Sandesh
NIFTY 10,681.25 +30.05  |  SENSEX 34,592.39 +88.90  |  USD 63.6075 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • આ રીતે ઘરે બનાવો ‘ચિઝ ગાર્લિક બ્રેડ’, ખાવાની આવશે જોરદાર મજા

આ રીતે ઘરે બનાવો ‘ચિઝ ગાર્લિક બ્રેડ’, ખાવાની આવશે જોરદાર મજા

 | 4:01 pm IST

સામગ્રી
બ્રેડનો એક લોફ
200 ગ્રામ બટર
બે ચમચા છીણેલું મોઝરેલા ચીઝ
પા અધકચરું વાટેલું લસણ
એક ચમચો મિક્સ હબ્ર્સ (ઓરેગાનો, રોઝમેરી, ચિલી ફ્લેક્સ વગેરે)
અડધી ચમચી તલ
અડધી ચમચી મરીનો ભૂકો
મીઠું સ્વાદ પ્રમાણે
જરૂર પ્રમાણે એલ્યુમિનિયમ ફોઇલ

બનાવવાની રીત
સૌ પ્રથમ એક બાઉલમાં બટર લઈ એમાં લસણ મિક્સ કરો. ત્યારબાદ એમાં હબ્ર્સ, કાળાં મરી અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. આ લસણવાળા બટરને બ્રેડની સ્લાઇસમાં કરેલા કાપમાં ભરી દો. બ્રેડની સ્લાઇસ પર થોડું મોઝરેલા ચીઝ અને તલ ભભરાવો. ત્યારબાદ બ્રેડને એલ્યુમિનિયમના ફોઇલમાં સીલ કરી પ્રી-હીટ કરેલા અવનમાં સાતથી આઠ મિનિટ માટે બેક કરો. પછી એને બહાર કાઢી બ્રેડ તૂટે નહીં એ રીતે એલ્યુમિનિયમનું ફોઇલ કાઢી નાખો અને સર્વિંગ પ્લેટમાં કાઢીને ગરમ-ગરમ સર્વ કરો.