ગુલાબી ઠંડીમાં આ ગરમાગરમ ચીઝ મસાલા પાવ મોંમા લાવી દેશે પાણી - Sandesh
  • Home
  • Food & Travel
  • ગુલાબી ઠંડીમાં આ ગરમાગરમ ચીઝ મસાલા પાવ મોંમા લાવી દેશે પાણી

ગુલાબી ઠંડીમાં આ ગરમાગરમ ચીઝ મસાલા પાવ મોંમા લાવી દેશે પાણી

 | 1:24 pm IST

ઠંડીની શરૂઆત થઈ ચુકી છે. ઘરમાં નાના-મોટા સૌ કોઈ સાંજના સમયે ગરમાગરમ પણ ચટપટા નાસ્તાની માંગ કરતાં હોય છે. પરીવારના સભ્યોની આ માંગણી માટે ચીઝ મસાલા પાવ પરફેક્ટ સાબીત થશે. તો તમે પણ નોંધી લો આ મસ્ત મસ્ત વાનગી બનાવવાની રીત.

સામગ્રી
માખણ- અડધો કપ
જીરું- 1 ચમચી
લીલા મરચાં, લસણની પેસ્ટ- 4 ચમચી
ઝીણી સમારેલી ડુંગળી- અડધો કપ
ઝીણા સમારેલા કેપ્સીકમ- 1 કપ
ઝીણા સમારેલા ટામેટા- 3 કપ
નમક- સ્વાદાનુસાર
લાલ મરચું પાવડર- 2 ચમચી
પાવભાજી મસાલો- 2 ચમચી
લીંબુનો રસ- જરૂર મુજબ
લીલા ધાણા ઝીણા સમારેલા- 1 કપ
પાવ- 4 નંગ
ચીઝ- જરૂર મુજબ

રીત
સૌ પ્રથમ એક પેનમાં 4 ચમચી માખણ ગરમ કરી તેમાં જીરાનો વઘાર કરો, જીરું તતડે પછી તેમાં લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરો અને થોડીવાર સાંતળો. ત્યારબાદ તેમાં ડુંગળી ઉમેરી અને 5 મિનિટ ચડવા દો, તેમાં કેપ્સીકમ અને ટામેટા ઉમેરી આ બધી સામગ્રીને 5 મિનિટ ઢાંકીને ચડવા દો. 5 મિનિટ પછી ઢાંકણ ખોલી તેમાં લાલ મરચું પાવડર, પાવભાજી મસાલો, નમક ઉમેરો. આ સામગ્રીને પાણી બળે ત્યાં સુધી ચડવા દો અને પછી તેને ગેસ પરથી ઉતારી લીંબુનો રસ ઉમેરી સાઈડ પર રાખી દો.

મસાલા પાવ બનાવવા માટે પાવે વચ્ચેથી કાપી લો. એક નોનસ્ટીક તવો ગરમ કરી તેમાં એક ચમચી બટર મુકો અને તેમાં 2 ચમચી તૈયાર કરેલો મસાલો ઉમેરો, તેને બરાબર હલાવી તેના પર કાપેલું પાવ મુકો અને બંને તરફ ફેરવી અને સારી રીતે શેકી લો. તવા પર બચેલો મસાલો પાવની વચ્ચે ભરી અને પાવને એક પ્લેટમાં રાખો અને તેના પર જરૂર મુજબ ખમણેલું ચીઝ પાથરી દો. ગરમાગરમ મસાલા પાવ તૈયાર થઈ જશે સર્વ કરવા માટે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન