Chennai boy first case of Covid inflammatory syndrome
  • Home
  • Corona live
  • ભારત પહોંચી કોરોના સાથે જોડાયેલી ખતરનાક બીમારી, અહીં નોંધાયો પહેલો કેસ

ભારત પહોંચી કોરોના સાથે જોડાયેલી ખતરનાક બીમારી, અહીં નોંધાયો પહેલો કેસ

 | 12:16 pm IST

દેશમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે ચેન્નાઈના એક 8 વર્ષના બાળકમાં કાવાસાકી બીમારીના લક્ષણ જોવા મળતા ચિંતા વધી ગઇ છે. આ બીમારીનો ભારતમાં પહેલો કેસ છે. જોકે, બાળક ઇમ્યુનોગ્લોબુલિન અને ટોસીલીજુંબૈબ દવા આપતાં તે સ્વસ્થ થઈ ગયું છે. આ બાળક કોરોનાથી સંક્રમિત થયું હતું જેને ગંભીર સ્થિતિમાં ચેન્નઈની કાંચી કામકોટિ ચાઇલ્ડ્સ ટ્રસ્ટ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યું, જ્યાં ડૉક્ટરોની ટીમે તેને તાત્કાલિક આઈસીયૂમાં દાખલ કરી દીધો હતો. તપાસ દરમ્યાન બાળકમાં હાઇપર-ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ અને કાવાસાકી બીમારીના લક્ષણ મળ્યા હતા.

બાળકમાં હતા અનેક બીમારીઓના લક્ષણ

ડૉક્ટર અનુસાર, આ બાળકની શરૂઆતની તપાસમાં સેપ્ટિક શૉકની સાથે ન્યૂમોનિયા, કોવિડ 19, કાવાસાકી રોગના લક્ષણ જોવા મળ્યા હતા.

કાવાસાકી બીમારીના આ છે લક્ષણ

પ્રારંભિક આંકડાઓ મુજબ, કાવાસાકી બીમારી દરમિયાન બાળકોને થોડાક દિવસો સુધી ખૂબ તાવ રહે છે, સાથોસાથ પેટમાં દુખાવો, ડાયરિયા, આંખો લાલ થવી અને જીભ પર લાલા દાણા થાય છે. આ બાળકોને શરીર પર લાલ ચકામા પડી જાય છે.

બ્રિટનમાં 100થી વધુ બાળકો બીમારીનો શિકાર

બ્રિટનમાં આ બીમારીના અનેક કેસ સામે આવ્યા છે. એપ્રિલ મહિનાના અંતમાં કાવાસાકી બીમારીના કેસોમાં અચાનક વધારો જોવા મળ્યો છે. ‘ધ સન’ મુજબ, 5 વર્ષથી લઈને 16 વર્ષ સુધીના બાળકો કાવાસાકી નામના સંક્રમક બીમારીનો શિકાર થયા છે. બ્રિટનમાં અત્યાર સુધીમાં 100 બાળકો કાવાસાકી બીમારીના શિકાર બની ચૂક્યા છે.

આ વીડિયો પણ જુઓ : કોરોના સુપરફાસ્ટ @ 10.30 AM

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન