Chennai Super Kings Bowler, Staff Members Test Positive For Corona
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • IPL શરૂ થતા પહેલા જ ચેન્નઈ સુપરકિંગ્સ માટે આવ્યા માઠા સમાચાર, 12 સભ્યો કોરોના પોઝિટીવ

IPL શરૂ થતા પહેલા જ ચેન્નઈ સુપરકિંગ્સ માટે આવ્યા માઠા સમાચાર, 12 સભ્યો કોરોના પોઝિટીવ

 | 6:38 pm IST

ચેન્નઈ સુપરકિંગ્સને આઈપીએલ 2020 શરૂ થતા પહેલા જ જોરદાર ઝાટકો લાગ્યો છે. અહેવાલ પ્રમાણે ચેન્નઈ સુપરકિંગ્સના 12 સભ્યોને કોરોના વાયરસનું સંક્રમણ લાગ્યું છે. જેમાં એક ભારતીય ખેલાડીનો પણ સમાવેશ થાય છે. કોરોના સંક્રમિતોના નામનો હજી સુધી કોઈ ખુલાસો થયો નથી પણ CSK માટે આ માઠા સમાચાર છે.

ચેન્નઈ સુપરકિંગ્સની ટીમ સપ્ટેમ્બરથી શરૂ થતી આઈપીએલ-13 માટે અત્યારથી જ દુબઈ પહોંચી ગઈ છે. આજે જ ટીમની પ્રેક્ટિસ શરૂ થવાની હતી પણ આખે આખી ટીમને જ ક્વોરંટાઈન કરી દેવામાં આવી છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝન શરૂ થાય તે પહેલા ચેન્નાઇ સુપરકિંગ્સ(CSK)ની ટીમ કોરોનાની ઝપેટમાં આવી છે. CSKના એક ખેલાડી અને 11 સપોર્ટ સ્ટાફ મેમ્બર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેઓ પોઝિટિવ આવ્યા તેમની હાલત સ્થિર છે અને તેમને આઇસોલેટ કરવામાં આવ્યા છે. તેમજ આખી ટીમને કવોરન્ટીનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.

એક ભારતીય ખેલાડી સહિત મિનિમમ 12 સપોર્ટ સ્ટાફનો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે CSKમાં લાગેલા કોરોનાના સંક્રમણમાં 1 ઝડપી બોલર હોવાનું જણાવ્યું છે. 2 નેટ બોલર્સ અને એક સોશિયલ મીડિયા ટીમના મેમ્બરનો કોરોના પોઝિટિવ આવ્યો છે. હવે 1લી સપ્ટેમ્બર સુધી આખી ટીમને ક્વોરંટાઈનમાં રાખવામાં આવશે.

એમએસ ધોનીની ટીમ CSK  21 તારીખે દુબઇ પહોંચી હતી અને 6 દિવસ કવોરન્ટીનમાં રહ્યા હતા. સપોર્ટ સ્ટાફ અને પ્લેયર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમની ટ્રેનિંગ રદ કરવામાં આવી છે. આ અંગે મીડિયામાં ફરતા વિવિધ અહેવાલો પછી હવે CSKના ઓફિશિયલ સ્ટેટમેન્ટની રાહ જોવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન