જલ્દી પપ્પા બનવા જઈ રહ્યો છે આ ભારતીય સ્ટાર બેટ્સમેન - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • જલ્દી પપ્પા બનવા જઈ રહ્યો છે આ ભારતીય સ્ટાર બેટ્સમેન

જલ્દી પપ્પા બનવા જઈ રહ્યો છે આ ભારતીય સ્ટાર બેટ્સમેન

 | 6:59 pm IST

ભારતીય ટેસ્ટ ટીમનો સ્ટાર ક્રિકેટર ચેતેશ્વર પુજારાએ ફેંસ ને એક મોટી આપી છે. પુજારા થોડા જ સમયમાં પપ્પા બનવાનો છે. પુજારાએ 2013માં પોતાની ગર્લફ્રેન્ડ પૂજા પાબરી સાથે લગ્ન કર્યા હતા. હાલમાં જ ચેતેશ્વર પુજારાએ એક તસવીર ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં તે પોતાની વાઈફ સાથે કંઈક અલગ જ અંદાજમાં નજર આવી રહ્યો છે. પુજારાએ એક સ્પેશિયલ ચશ્મા પહેર્યા છે, જેના પર ડેડી લખેલું છે.

તસવીર શેર કરતા પુજારાએ જણાવ્યું કે ‘આ આવતા વર્ષમાં ઉમ્મીદ કરું છું કે હું પણ પિતા બની જઈશ.’ આ સાથે જ ફેન્સે તેને શુભકામનાઓ પાઠવી. સોશિયલ મીડિયા પર તસવીર શેર થતા જ ફેન્સે બંનેને શુભકામનાઓ પાઠવવાનું શરૂ કરી દીધું. પુજારાએ આપેલી આ ખુશખબરથી ફેન્સ પણ રાજી થઈ ગયા અને અલગ અલગ રીતે શુભકામનાઓ પાઠવવા લાગ્યા. એક ફેને કહ્યું કે, વર્ષની શરૂઆત આટલી સારી ખબર સાથે થઈ છે, આ વર્ષ તમારા બંને માટે ખૂબ સારું રહેશે.

જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2013માં ચેતેશ્વર પુજારા અને પૂજા પાબરીએ લગ્ન કર્યા હતા. પુજારા જ્યારે પણ બેટિંગ કરે છે ત્યારે તેની પત્ની પૂજા સ્ટેન્ડ્સમાં બેસીને તેને ચીયર કરતી રહે છે. બંનેને ઘણીવાર મેચ બાદ પણ સાથે જોવા મળ્યા છે. પુજારા આ સમયે ટેસ્ટ ક્રિકેટમાં ટોપનો બેટ્સમેન માનવામાં આવે છે. ગત વર્ષે તેણે ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને શ્રીલંકા સામે ઘણી યાદગાર ઈનિંગ્સ રમી છે.