બેવડી સદી સાથે પુજારાએ સચિન-લક્ષ્મણની કરી બરાબરી તો દ્રવિડને છોડ્યો પાછળ - Sandesh
NIFTY 10,560.05 +33.85  |  SENSEX 34,433.41 +101.73  |  USD 65.7800 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • બેવડી સદી સાથે પુજારાએ સચિન-લક્ષ્મણની કરી બરાબરી તો દ્રવિડને છોડ્યો પાછળ

બેવડી સદી સાથે પુજારાએ સચિન-લક્ષ્મણની કરી બરાબરી તો દ્રવિડને છોડ્યો પાછળ

 | 5:02 pm IST

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝના રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી મેચમાં ચેતેશ્વર પુજારાએ પોતાને ફરીથી ઈન્ડિયાનો નવો ‘ધ વોલ’ સાબિત કરી દીધો છે. મિસ્ટર ડિપેન્ડેબલ ચેતેશ્વર પુજારાએ 525 બોલની મેરેથોન ઈનિંગમાં 21 ફોરની મદદથી શાનદાર 202 રન બનાવ્યા હતા. તેને મેચમાં એકબીજા શતકવીર ખેલાડી રિદ્ધિમાન સાહા (117) સાથે સાતમી વિકેટ માટે 199 રનની ભાગીદારી નોંધાવીને ઓસ્ટ્રેલિયાના માથા પર ટેન્શનની રેખા ખેંચી દીધી હતી. પુજારાનું ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ આ બીજી બેવડી સદી છે. પોતાની આ ઈનિંગ દરમિયાન પુજારાએ રાહુલ દ્રવિડને પણ પાછળ છોડી દીધો છે.

mari story ma nakhaje

પોતાની આ ઈનિંગ બાદ ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બે બેવડી સદી ફટકારનાર ત્રીજો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા સચિન તેંડૂલકર અને વીવીએસ લક્ષ્મણ પણ કાંગારૂઓ સામે બે-બે બેવડી સદી ફટકારી ચૂક્યાં છે. પુજારાએ પોતાની ત્રીજી બેલડી સદી ફટકારવા માટે 525 બોલનો સામનો કર્યો હતો. આ ઈનિંગ દરમિયાન પુજારાના બેટથી 21 ફોર નિકળી હતી. પુજારાએ બેવડી શતક બનાવવા માટે 630 મીનિટથી પણ વધારે મીનિટ સુધી બેટિંગ કરી હતી. પરંતુ પુજારા 525 બોલનો સામનો કરીને 202 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જોકે, આ પહેલા તેને પોતાનું કામ પૂરૂ કરી દીધું હતું.

પુજારાનો વધુ એક રેકોર્ડ

પુજારાએ એક ઈનિંગમાં સૌથી વધારે બોલનો સામનો કરવાનો રેકોર્ડ બનાવ્યો છે, પુજારાએ આ મેચમાં 525 (88 ઓવર) બોલ રમીને 202 રન બનાવ્યા હતા. આ પહેલા આ રેકોર્ડ રાહુલ દ્રવિડના નામે હતો. રાહુલે 2004માં રાવલપિંડીમાં પાકિસ્તાન સામે 495 બોલ રમીને આ ઈતિહાસ રચ્યો હતો, તે મેચમાં રાહુલે 270 રન ફટકાર્યા હતા. જણાવી દઈએ કે, આ પહેલા રાહુલ દ્રવિડ 400થી વધારે બોલ રમ્યા હતા તે પછી 13 વર્ષ બાદ આ કારનામું પુજારાએ કરી બતાવ્યું છે. દ્રવિડે 2004માં 495 બોલનો સામનો કર્યો હતો.

69 વર્ષ જુનો રેકોર્ડ તૂટ્યો

પુજારા અને સાહાએ 69 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો હતો. પુજારા અને સાહાએ સાતમી વિકેટ માટે 133 રનની પાર્ટનરશીપ બનાવતાની સાથે જ વિજય હજારે અને હેમુ અધિકારીનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. હજારે અને અધિકારીએ 69 વર્ષ પહેલા ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સાતમી વિકેટ માટે 132 રનની પાર્ટનરશીપ કરી હતી. આ રેકોર્ડ લગભગ સાત દશકા પછી તૂટ્યો છે. હજારે અને અધિકારીએ 1948માં એડિલેટ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સાતમી વિકેટ માટે 132 રનની પાર્ટનપશીપ કરી હતી. આ દરમિયાન હજારેએ 145 અને અધિકારીએ 51 ફટકાર્યા હતા.