છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું બાંધકામ કોર્ટ વિવાદમાં રખડી પડશે? - Sandesh
  • Home
  • Mumbai
  • છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું બાંધકામ કોર્ટ વિવાદમાં રખડી પડશે?

છત્રપતિ શિવાજી મહારાજ સ્મારકનું બાંધકામ કોર્ટ વિવાદમાં રખડી પડશે?

 | 12:24 am IST

। મુંબઈ ।

પર્યટનની દૃષ્ટિએ દેશમાં મહત્વનું આકર્ષણ મનાતા છત્રપતિ શિવાજી મહારાજનું મુંબઈ નજીક અરબી સમુદ્રમાં અતિભવ્ય સ્મારક ઊભારવાની રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજના કોર્ટ કેસમાં રખડી પડે એવા ચિહનો દેખાઈ રહ્યા છે. આ બાબતે દાખલ કરાયેલી એક યાચિકામાં જોકે સુપ્રીમ કોર્ટે લેખિતમાં આદેશ નથી આપ્યો પણ મૌખિક રીતે આ પ્રોજેકટનું કામ અટકાવવા શુક્રવારે કહ્યું છે.

આ સ્મારકમાં કેન્દ્ર સરકારની તેમજ સીઆરઝેડ અને પર્યાવારણ વિભાગની મંજૂરીને પડકારતી અરજી કોન્ઝર્વેશન એક્શન ટ્રસ્ટ નામની એનજીઓએ મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરી હતી. યાચિકા કરનારે વચગાળાનો મનાઈ હુકમ મેળવવાનો આગ્રહ રાખતા હાઈ કોર્ટે માત્ર આ જ મુદ્દ પર સવિસ્તાર સુનાવણી કરીને ૨જી નવેમ્બરે મનાઈ હુકમ નકાર્યો હતો. હાઈ કોર્ટે એ વખતે પોતાના આદેશમાં વચગાળાની મનાઈ ન આપવાના કારણો દર્શાવતા ઉહાપોહ મચ્યો હતો. હાઈ કોર્ટના આદેશને યાચિકાકર્તાઓએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. આ યાચિકા પર શુક્રવારે સુનાવણી થઈ હતી ત્યારે સુપ્રીમ કોર્ટે હાલ પૂરતુ કામ અટકાવવાનો મૌખિક આદેશ આપ્યો હતો. સુનાવણી દરમ્યાન યાચિકાકર્તાએ કોર્ટનું ધ્યાન દોર્યું કે કામનો વર્ક ઓર્ડર ઓક્ટોબરમાં જ જારી કરવામાં આવ્યો હતો. પણ સરકારી વકીલે જણાવ્યું કે આ સ્થળે હજી સુધી કોઈ કામ શરૂ નથી થયું. એથી કોર્ટે આદેશ આપતા કહ્યું કે કામ શરૂ ન થયું હોવાથી હાલ પૂરતું તેને શરૂ ન કરવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;