Chhattisgarh Congress Attacks PM Modi for Corona Virus Lockdown and Diya Appeal
  • Home
  • Corona live
  • ‘જો મહામારી કો ભી ઉત્સવ બના દે… ઉસે નરેન્દ્ર દામોદર દાસ મોદી કહેતે હૈ’

‘જો મહામારી કો ભી ઉત્સવ બના દે… ઉસે નરેન્દ્ર દામોદર દાસ મોદી કહેતે હૈ’

 | 4:47 pm IST

કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલા યુદ્ધમાં લોકોનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિવારે દીપ સળગાવવાની અપીલ કરી છે. આ અગાઉ જનતા કરફ્યૂ દરમિયાન વડાપ્રધાને થાળી-તાળી વગાડી કોરોના સામે લડી રહેલા ડૉક્ટર્સ, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ, મીડિયાનો આભાર વ્યક્ત કરવા અપીલ કરી હતી. પીએમ મોદીની દિવા પ્રગટાવવાની અપીલ પર છત્તીસગઢ કોંગ્રેસ તરફથી એક ટ્વિટ આવ્યું છે અને તેમાં ટોણો મારવામાં આવ્યો છે.

છત્તીસગઢ કોંગ્રેસ તરફથી લખવામાં આવ્યું છે કે, ‘જલી કો આગ કહેતે હૈ, બુઝી કો રાખ કહેતે હૈ, જો મહામારી કો ભી મહોત્સવ બના દે.. ઉસે નરેન્દ્ર દામોદર દાસ કહેતે હૈ.’  જાણીતા અભિનેતા શત્રુઘ્ન સિન્હાની ફિલ્મ વિશ્વનાથનો આ ડાયલોગ છે, જેને છત્તીસગઢ કોંગ્રેસે વર્તમાન પરિસ્થિતિના હિસાબે બદલ્યો છે. આમ પણ કોંગ્રેસ કોરોના વાયસરને લઈને દેશ સહિત દુનિયાભરમાં ભયંકર વાતાવરણ વચ્ચે પણ રાજનીતિ બંધ કરી સરકારને સાથ આપવાના બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટીકા કરવામાં જ વ્યસ્ત છે.

તેજ પ્રતાપના ટોણાનો સુશીલ મોદીએ આપ્યો સણસણતો જવાબ

રાજદ નેતા તેજ પ્રતાપ યાદવે પણ દેવા પ્રગટાવવાના પીએમ મોદીની અપીલ પર ટ્વિત કર્યું હતું અને લોકોને કહ્યું હતું કે, તેઓ ફાનસ પણ સળગાવી શકે છે. જાહેર છે કે, ફાનસ રાજદનું ચુંટણી ચિન્હ છે. આ મામલે ભાજપના નેતા સુશીલ કુમાર મોદીએ તેજ પ્રતાપ યાદવને સણસણતો જવાબ આપ્યો છે.

સુશીલ મોદીએ ટ્વિટર પર લખ્યું હતું કે – હવે લાલટેનનો જમાનો ગયો, ગામડામાં પણ ઘરે ઘરમાં વિજળી પહોંચી ગઈ છે. દીવા અને મિણબત્તી પૂના માટે લોકો ઘરમાં રાખે જ છે. જ્યારે મોબાઈલ તો બધાની પાસે છે જ. માટે જ પીએમએ ફાનસનો ઉલ્લેખ ના કર્યો. સમઝે બબુઆ?

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શુક્રવારે સવારે નવ વાગ્યે દેશના નામે વીડિયો સંદેશ જાહેર કર્યો હતો, જેમાં તેમણે અપીલ કરી હતી કે, આ રવિવારે રાત્રે નવ વાગ્યે લોકો પોતાના ઘરના દરવાજે અને બાલ્કનીમાં આવે અને નવ મિનિટ સુધી દીવો પ્રગટાવે. અથવા તો પછ્હી મિણબત્તી અને મોબાઈલની ફ્લેશ લાઈટ સળગાવે. પીએમ મોદીએ તેને લોકો એકજુથ હોવાનો મંત્ર ગણાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન