Chhattisgarh In pm modi Desi Dholie for played a drum
  • Home
  • Videos
  • છત્તીસગઢમાં PM મોદીએ દેશી ઢોલી બની ઢોલ ગળે લટકાવીને વગાડ્યું, જુઓ વીડિયો

છત્તીસગઢમાં PM મોદીએ દેશી ઢોલી બની ઢોલ ગળે લટકાવીને વગાડ્યું, જુઓ વીડિયો

 | 1:17 pm IST

હાલ દેશમાં ચાર રાજ્યોમાં થનાર વિધાનસભાની ચૂંટણીને લઇને ધમધમાટ ચાલું છે. દરેક પક્ષોના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં પડ્યા છે. ત્યારે આજે પીએમ મોદી છત્તીસગઢના અંબિકાપુરમાં પહોંચ્યા હતા.જ્યાં તેમણે એક રેલી યોજી હતી. અને ત્યારબાદ લોકોને સંબોધ્યા હતા. પોતાના ભાષણની શરૂઆત કરતા પહેલા પીએમ મોદીએ પોતાની આગવી શૈલીમાં એક ઢોલીની જેમ ઢોલ ગળે લગાવીને જાતે ઢોલ વગાડ્યું હતું. તેમના આ દ્દશ્યના વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ રહ્યા છે. તમને જણાવી દઇએ કે, પીએમે ત્યારબાદ પોતાનું ભાષણ શરૂ કર્યું હતું, અને કહ્યું કે, છત્તીસગઢમાં હવે બીજા ચરણનું વોટિંગ શરૂ થવાનું છે, માટે તેમણે મોટી સંખ્યામાં લોકોને વોટિંગ કરવાની અપીલ કરી હતી, તેમણે વધુમાં કહ્યું કે, જે કામ બંદૂકની ગોળીઓ નથી કરી શકતી, તે કામ અંબિકાપુરની જનતા ઈવીએમનું બટન દબાવીને કરો.