chhattisgarh-raipur-ima-decline-services-ayushman-bharat-scheme
  • Home
  • Featured
  • PM મોદીની યોજના ‘આયુષ્યમાન ભારત’ને ભાજપના જ રાજ્યમાં પડ્યો ફટકો

PM મોદીની યોજના ‘આયુષ્યમાન ભારત’ને ભાજપના જ રાજ્યમાં પડ્યો ફટકો

 | 6:17 pm IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના ‘આયુષ્યમાન ભારત’માં જ નહીં વિદેશમાં પણ લોકપ્રિયતા મળી રહી છે. આ યોજનાની બ્રાંડિગ ‘મોદીકેયર’ નામથી પણ કરવામાં આવી રહ્યો છે, પરંતુ મોદી સરકારની આ મહત્વકાંક્ષી યોજના તેમના શાસનવાળા રાજ્ય છત્તીસગઢમાં ડૉક્ટરોએ તેના સામે બળવો કર્યો છે.

છત્તીસગઢ મેડિકલ એસોસિએશને આયુષ્યમાન ભારતના સ્વાસ્થ્ય કેન્દ્રોમાં સેવાઓ આપવાથી સ્પષ્ટપૂર્ણ ઈન્કાર કરી દીધો છે. મેડિકલ એસોસિએશનની દલીલ છે કે મુખ્યમંત્રી સ્વાસ્થ્ય બીમા યોજના (MSBY) ના પેકેજ રેટથી આયુષ્યમાન ભારત યોજનાના ભાવ 40 ટકાથી પણ ઓછા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 14 એપ્રિલે બીજાપુરથી આયુષ્યમાન ભારત યોજનાને લૉંચ કરી હતી.

આયુષ્યમાન ભારત યોજનાની સારવારના ભાવ એકદમ ઓછા

મેડિકલ એસોસિએશનના મતે, આયુષ્યમાન ભારત યોજનાની સારવારના ભાવ મુખ્યમંત્રી સ્વાસ્થ્ય બીમા યોજનાની તુલનામાં ખૂબ જ ઓછા છે, તેમના મતે, આયુષ્યમાન ભારત યોજનામાં સિજેરિયન ડિલેવરીના પેકેજ માત્ર 9 હજારનું છે, જ્યારે MSBYમાં પેકેજના ભાવ 22 હજાર રૂપિયા છે.

મેડિકલ એસોસિએશને આયુષ્યમાન ભારતની શરતોને પણ કઠિન બતાવી છે. તેમના મતે, તેમાં મહિલાઓની ડિલેવરી માત્ર સરકારી હોસ્પિટલોમાં થશે. જો ત્યાંના ડૉક્ટરોને લાગશે કે કેસ ક્રિટિકલ અને ગંભીર છે ત્યારે તે દર્દીને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડશે.