શબઘરમાં પોસ્ટમોર્ટમની તૈયારી વચ્ચે અચાનક મૃતદેહે પકડી લીધો ડોકટરનો હાથ - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • શબઘરમાં પોસ્ટમોર્ટમની તૈયારી વચ્ચે અચાનક મૃતદેહે પકડી લીધો ડોકટરનો હાથ

શબઘરમાં પોસ્ટમોર્ટમની તૈયારી વચ્ચે અચાનક મૃતદેહે પકડી લીધો ડોકટરનો હાથ

 | 8:16 pm IST

આપણા દેશમાં અલગ અલગ પ્રકારની ઘટના બનતી રહે છે. હાલમાં મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં એક ચોંકવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે શબઘર ખાતે લાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમની તૈયારી કરાઇ રહી હતી અને ડોક્ટર તથા સ્વિપર પણ આવી હાજર થઇ ગયા હતા. ત્યારે અચાનક મૃતદેહે ડોક્ટરનો હાથ પકડી લીધો. ઘટનાથી ચોંકી ગયેલા ડોક્ટરે તુરંત જ પરિસ્થિતિ સંભાળી અને તેને વોર્ડમાં ખસેડવામાં આવ્યો. જ્યાં સામે આવ્યું કે, જેને મૃત જાહેર કરવામાં આવ્યો તે યુવક જીવતો હતો. યુવકની તરત જ સારવાર શરૂ કરવામાં આવી હતી.

આ ઘટના રવિવારે પરાસિયાનાં મોઆરીમાં એક માર્ગ અકસ્માત દરમિયાન કેટલાક લોકો ઘાયલ થઇ ગયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. અહીં ડોક્ટર્સે એક ઘાયલ યુવકને પણ મૃત જાહેર કરી દીધો હતો. પરિવારજનોને વિશ્વાસ નહીં આવતા તેને નાગપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો, જ્યાં યુવકને એકવાર ફરીથી મૃત જાહેર કરીને મૃતદેહને ફરી છિંદવાડા મોકલી દેવાયું હતું.

સોમવારે છિંદવાડા હોસ્પિટલમાં મૃતદેહને શબઘરમાં લઇ જવામાં આવ્યું. જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવનાર હતું. જો કે જેવા ડોક્ટર યુવકની નજીક પહોંચ્યા યુવકે તેમનો હાથ પકડી લીધો હતો. પહેલા ઘટનાને પગલે ડોક્ટર થોડા ગભરાયા જો કે બાદમાં તરત જ યુવકને વોર્ડમાં લઇ જવામાં આવ્યો. જે પછી તપાસમાં સામે આવ્યું કે યુવકનાં શ્વાસ ધીમાં ધીમા ચાલી રહ્યા હતા.

હાલ તેની સારવાર ચાલુ કરવામાં આવી. સ્થિતિ સામાન્ય થયા બાદ તેને વધારે સારવાર માટે નાગપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ ઘટના બાદથી યુવકના પરિવારમાં ભારે આક્રોશ છે. તેઓ તેનાં માટે સ્પષ્ટ રીતે હોસ્પિટલને જવાબદાર ઠેરવી રહ્યા છે. જો કે આ મુદ્દે હાલ હોસ્પિટલની તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.