છોટા રાજનના ભાઈનો પાસપોર્ટ ક્લીયર થાય તો મારો કેમ નહીં? - Sandesh
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • છોટા રાજનના ભાઈનો પાસપોર્ટ ક્લીયર થાય તો મારો કેમ નહીં?

છોટા રાજનના ભાઈનો પાસપોર્ટ ક્લીયર થાય તો મારો કેમ નહીં?

 | 2:15 am IST

ગોડફાધર્સ : શીલા રાવલ

સ્ટોરીઃ જેની જુબાનીના આધારે ઈકબાલ કાસકર સામેની ચાર્જશીટ તૈયાર કરવામાં આવી હતી એ મહિલા પરવિને જુબાની આપી હતી કે જ્યાં સારા સહારા બન્યું છે એ જમીન ઉપર મારું ઘર હતું. મારૂં એ ઘર ધાકધમકીથી ખાલી કરાવવામાં આવ્યું હતું. મારી સાથે બીજા ૧૦૪ લોકોના ઘર પણ એ જ રીતે ખાલી કરાવવામાં આવ્યા છે. એમાંના ચાર વ્યક્તિએ કોર્ટમાં આવવીને જુબાની અપી હતી કે હા, અમારી જગ્યા પરાણે બળજબરીથી ખાલી કરાવવામાં આવી છે. ખાલી કરાવનાર તરીકે કેટલાક લોકોને સાક્ષીઓએ ઓળખી બતાવ્યા. એ લોકો ઈકબાલ માટે કામકરતા હતા. ઈકબાલ સારા સહારાનો માલિક દર્શાવાયો હતો. જેની સામે કેસ કરવામાં આવ્યો હતો એ જમીન ઉપર ગેરકાયદે બનાવી દેવામાં આવેલા રોયલ ટચ મોલમાં ઈકબાલ વતિ શરીફ અબ્દુલ શેખ અને રહમાન અબ્દુલ શેખ નામના માણસો ઈકબાલના ભાગનો વહીવટ કરતા હતા. પોલીસે શંકા વ્યક્ત કરી હતી કે ઈકબાલે સી વોર્ડમાં ઓછામાં ઓછા એક ડઝન ગેરકાયદે બાંધકામ કર્યા છે. મલાડથી ગોરેગાંવના આ વિસ્તારમાં આ બધા બાંધકામ બૃહન્મુંબઈ કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગતથી  કરવામાં આવ્યા છે.

કેસ ઈકબાલના ધાર્યા કરતાં ખુબ લાંબો ચાલ્યો. છતાં આખરે ૨૦૦૭માં સ્પેશિયલ કોર્ટે સારા સહારા કેસમાંથી ઈકબાલને તથા અન્ય પાંચ કોર્પોરેશન અધિકારીઓને તમામ આરોપોમાંથી નિર્દોષ છોડયા. પરંતુ દાઉદના ત્રણ સાગરિતોને ગુનેગાર ઠરાવ્યા હતા. એ ત્રણ હતા, અબ્દુલ રહમાન શેખ એનો સાથી અબ્દુલ સત્તાર રાધનપુરા અને તારીક પરવીન. અ ત્રણેયને દુબઈ સરકારે ડીપોર્ટ કર્યા હતા. કોર્ટે આ ત્રણેયને ત્રણથી સાત વર્ષની કેદની સજા અને ૧૦ લાખથી ૧૪ લાખનો દંડ ફટકાર્યો હતો. ગુનેગાર ઠર્યા પહેલાં જેલમાં ચાર વર્ષ વીતાવી ચૂકેલા આત્રણેય ગુનેગારોને કોર્ટે ગેરકાયદે બાંધકામ કરવા, ભાડૂઆતોને પરાણે ધાકધમકીથ ઘર ખાલી કરાવવા અને એમના કાચા મકાનો તોડી પાડવા બદલ ગુનેગાર ઠરાવ્યા હતા. આ ત્રણમાંથી એક ગુનેગાર તારીક પરવીન જામીન પર છૂટી બહાર ફરતો હતો એની પોલીસે દેશ સામે યુદ્ધ છેડવાના(દેશદ્રોહના) ૧૬ વર્ષ જુના આરોપ સબબ ધરપકડ કરી લીધી હતી. મુંબઈ કોર્પોરેશનના અધિકારીઓને આ સમગ્ર ઘટનાક્રમમાં કોઈ જાતનો આર્થિક લાભ થયો હોવાના પરાવા કોર્ટમાં રજુ કરવામાં આવ્યા ન હોવાથી છોડીમૂક્યા હતા. મહારાષ્ટ્ર સરકાર કોર્ટના આ નિર્ણય સામે હાઈ કોર્ટમાં ગઈ હતી.

કોર્ટે નિર્દોષ ઠરાવ્યાના પાંચ વર્ષ પછી ૨૦૧૨માં ઈકબાલે કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી. એણે જણાવ્યું હતું કે આ કેસના આધારે એ પોતે અથવા એની પત્ની અને બાળકો જ્યારે જ્યારે પાસપોર્ટ માટે અરજી કરે છે ત્યારે અરજી ફગાવી દેવામાં આવે છે.

ભારતીય પાસપોર્ટ ઉપર જ વિદેશ યાત્રાઓ કરવાનો આગ્રહ માત્ર ઈકબાલ કાસકર જ રાખતો હતો. તેણે પોતાને અને પોતાની પત્ની તથા બાળકોને ભારત સરકાર કાયદેસર પાસપોર્ટ રીન્યૂ કરી આપે એ માટે લાંબી કાનુની લડાઈ લડવી પડી હતી. દાઉદના પરિવારમાં બાકીના ભાઈઓએ દાઉદની પાછળ પાછળ કરાચી જઈને વસવાનું નક્કી કર્યું હતું. ત્યા એ બધા પાકિસ્તાની નાગરિક બની ગયા હતા.  આબ ધા ભાઈઓ ૧૯૯૦ના દાયકામાં દાઉદની પાછળ પાછળ દુબઈ જતા રહ્યા હતા. દાઉદ પોતે સમૃદ્ધ બની ગયો એ પછી તેણે પોતાના ભાઈઓનું જીવન આર્થિક રીતેસ્થિર બની શકે એ માટે બધાને કોઈક ને કોઈ ધંધો કરાવી આપ્યો હતો. ત્યારે ઈકબાલે દુબઈમાં પોતાની ઈલેક્ટ્રોનિક્સની શોપ ચાલુ કરી હતી અને ધીમે ધીમે બહોળો વ્યાપાર જમાવી દીધો હતો. વ્યાપાર સારો જામી જતાં પરિવારને પણ ત્યાં બોલાવી લીધોહતો. એને ભારતીય પાસપોર્ટ ઉપર અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી નડતી નહોતી, પરંતુ એનો ભાઈ દાઉદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી જાહેર થયો એ પછી એનો અને એના પરિવારનો પાસપોર્ટ રીન્યૂ થતો નહોતો.

દાઉદ અને અનીસ મુંબઈ બોમ્બ બ્લાસ્ટ કેસમાં મુખ્ય આરોપી જાહેર થતાં દાઉદ અને અનીસે દુબઈ છોડી પાકિસ્તાનમાં કરાચી ખાતે જઈ રહેવાનું પસંદ કર્યું હતું. એ વખતે એના નાના ભાઈઓ નૂરા, કૈયૂમ અને મુસ્તકિન પણ મોટાભાઈના પગલે પગલે કરાચી જતા રહ્યા હતા.

પાસપોર્ટ રીન્યૂ કરવાની ઈકબાલની અરજી મુંબઈ હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી અને ૨૦૧૪માં મુંબઈની રીજનલ પાસપોર્ટ ઓફિસને સુચન કર્યું કે આ સાથે જેનો ઉલ્લેખ છે એ પાસપોર્ટ રીન્યૂઅલની અરજી વિષે નિર્ણય કરવો. ઈકબાલે કોર્ટ પાસે ચાર અઠવાડિયા માટે સાઉદી આરબ હજ કરવા જવાની  પરવાનગી પણ માગી હતી. કોર્ટે જણાવ્યું કે જો પાસપોર્ટ ઓફિસ તેને પાસપોર્ટ રીન્યૂ કરી આપે તો એ કોર્ટ પાસે વિદેશ જવાની પરવાનગી માટે અરજ કરી શકે છે.આમ ઈકબાલનેસારા સહારા કેસમાં નિર્દોષ છૂટવા તો મળ્યું, પરંતુ એના પરિવારના પાસપોર્ટ્સ ઉપર જે વાંધાજનક રીમાર્ક કરવામાં આવી હતી એને કારણે એ લોકો કોઈ જાતનો ગુનાઈત ભૂતકાળ ન ધરાવતા હોવા છતાં સાઉદી આરબ અને ભારત સિવાય કોઈ વિદેશયાત્રા કરી શકતા નહોતા. ઈકબાલની પત્ની રીઝવાનાએ કોર્ટને અને સરકારના વિદેશ વીભાગને અરજી કરી હતી કે મારા અને મારા બાળકોના પાસપોર્ટ ઉપરથી પેલી નોંધ દુર કરી આપો. આ રીમાર્કના કારણે મારા સંતાન ઉચ્ચ અભ્યાસ કરવા માટે દુબઈ સિવાયના કોઈ દેશમાં જઈ શકતા નથી. ઉપરાંત કાનુની દાવપેચના કારણે પણ અમારે બિનજરૂરી રીતે ખુબ હાડમારી વિના કારણ ભોગવવી પડે છે. મારા સંતાન એરોનોટિક્સમાં તીવ્ર રસ ધરાવે છે. એમને એપ્રીલ ૨૦૧૧માં નાસા દ્વારા યોજવામાં આવેલા સ્પેસ કેમ્પમાં પસંદગી પામ્યા હોવા છતાં ભાગ લેવા મળ્યો નહોતો. એમણે જીવનમાં એક જ વાર મળી શકે એવી સોનેરી તક માત્ર આ એક રીમાર્કના કારણે ગુમાવવી પડી હતી.

અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે છોટા રાજનના ભાઈ દીપક નિખાલજીના પાસપોર્ટ ઉપર પણઆવી જ રીમાર્ક હતી, પરંતુ એના પાસપોર્ટમાંથી એ રમાર્ક દુર કરવામાં આવી છે. તો મારા અને મારા સંતાનોના પાસપોર્ટને એ સુવિધા શા માટ. ન મળી શકે?

ઈકબાલનો ભારતીય પાસપોર્ટ જ જાળવી રાખવાનો આગ્રહ પોલીસ દ્વારા શંકાની નજરે જોવામાં આવતો હતો. કારણ કે પોલીસને ખાતરી હતી કે ઈકબાલને દુબઈથી ડીપોર્ટ કરી મંબઈ લાવવા પાછળ દાઉદ કંપનીની એક જ ગણતરી હોઈ શકે કે મુંબઈમાં સામાન્ય નાગરીક બનીને ઈકબાલ વાતાવરણ તપાસી શકે કે અહીં ફરીથી નેટવર્ક ઊભું કરવામાં વાંધો તો નથી. અને વાંધો ન હોય તો ફરીથી દાઉદનું નેટવર્ક ઊભું કરવાન પાયો ઊભો કરી આપી શકે. ખાસ કરીને જાન્યુઆરી ૨૦૦૩માં જ્યારે લમ્બુ શકીલ મુંબઈની ધરતી પર આવ્યો ત્યારે પોલીસને તરત જ કશુંક રંધાતું હોવાની શંકા પડી ગઈ હતી. એ પછીના ડી કંપનીના ગેન્ગસ્ટર્સ મુસ્તુફા મજનુન ડોસા, અનિલ પરબ, રાજુ શર્મા અને એજાઝ પઠાણ પણ દુબઈથ ડીપોર્ટ થઈ મુંબઈ આવીગયા એ પછી તો પોલીસ એકદમ સક્રિય બની ગઈ હતી. તરત જ ચારેબાજુ મેસેજ આપી દેવામાં આવ્યા કે ડી કંપની મુંબઈમાં પોતાની ગેરકાયદે ગુનાઈત પ્રવૃત્તિ માટે ફરીથી નેટવર્ક ઊભું કરવાનો પ્રયાસ કરી રહી છે. એલર્ટ રહેવું. એમાંય જ્યારે લમ્બૂ શકીલ ઉર્ફે શકીલ અહમદ સમાજવાદી પાર્ટીમાં જોડાયો ત્યારે તો પોલીસ વધારે સતર્ક બની ગઈ હતી. ઈકબાલે પણ ૨૦૦૪માં ચુંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એને સુચના મળી ગઈ કે રાજકારણથી દુર જ રહેવું.

(ક્રમશ)

[email protected]