Video : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબુર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Video : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબુર

Video : ઉનાળાની કાળઝાળ ગરમીમાં વિદ્યાર્થીઓ ખુલ્લામાં ભણવા મજબુર

 | 6:40 pm IST

છોટાઉદેપુર જિલ્લાની એક પ્રાથમિક શાળાના કુલ 4 જુદાજુદા ધોરણોના વિદ્યાર્થીઓ વર્ગખંડના બદલે બહાર ખુલ્લામાં ભણવા મજબુર બન્યા હતાં. શાળાના વર્ગખંડો બનાવવાની કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાથી શાળાના વિદ્યાર્થીઓને ઉનાળાની આ આકરી ગરમીમાં બહાર ઓટલા ઉપર બેસીને ભણાવાય છે. આસ્થિતિથી ગ્રામજનો પણ પરેશાન બન્યા છે. આમ ગુજરાત મોડલના ધજાગરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બોરતલાવ ગામની પ્રાથમિક શાળાને નવી બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. પણ આ કામગીરી અત્યંત મંથર ગતીએ ચાલી રહી છે. ગત વર્ષે આ શાળામાં નવા વર્ગો બનાવતા પહેલા જ જુના વર્ગખંડો તોડી પાડવામાં આવ્યા હતા. પરંતુ આ વર્ગખંડો તોડ્યા બાદ તેને તાત્કાલીક બનાવવાની કામગીરી શરૂ થઇ નહોતી. જે મોડી મોડી શરૂ થયેલી છે. જેમના લીધે વિદ્યાર્થીઓને બહાર તડકામાં બેસવું પડે છે.