NIFTY 10,283.60 +68.85  |  SENSEX 33,342.80 +235.98  |  USD 65.0100 -0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • ગુજરાતના આ ધારાસભ્ય મતદાનથી રહ્યાં અળગાં, જાણો છો કારણ ?

ગુજરાતના આ ધારાસભ્ય મતદાનથી રહ્યાં અળગાં, જાણો છો કારણ ?

 | 5:16 pm IST

રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે ગાંધીનગરમાં યોજાયેલા મતદાનમાં તેમજ દિલ્હીમાં ગુજરાતના તમામ લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ મતદાન કર્યું હતું. ભાજપના તમામ 120 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું. કોંગ્રેસના 57ધારાસભ્યોએ મતદાન કર્યું આમછતાં ગુજરાતના એક ધારાસભ્ય એવા હતા જે મતદાનથી અળગા રહ્યાં હતા. છોટુ વસાવાએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ન કરતાં તેનો બહિષ્કાર કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે છોટુ વસાવા જેડીયુના ધારાસભ્ય છે અને જેડીયુએ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદને પોતાનું સમર્થન જાહેર કર્યું છે.

બીજી તરફ એનસીપીના બે ધારાસભ્યોએ પણ મતદાન કર્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત રાજ્યના મંત્રીઓએ સ્વર્ણિમ સંકુલમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કર્યું હતું. સૂત્રોના કહેવા પ્રમાણે, છોટુ વસાવા પોતાના મતવિસ્તાર ઝઘડીયામાં હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઝઘડિયાથી ધારાસભ્ય છોટુ વસાવાએ મતદાન કરવાનો ઇનકાર કરતાં કહ્યું હતું કે રાષ્ટ્રપતિ પદના બંનેમાંથી એકપણ ઉમેદવારે આદિવાસી વિસ્તારોના વિકાસ માટે કામ નથી કર્યું માટે હું મતદાન નહીં કરું. જ્યારે ધારીના ધારાસભ્ય નલિન કોટડિયાએ જણાવ્યુ હતું કે તેઓ એનડીએના ઉમેદવાર રામનાથ કોવિંદની વિરૂદ્ધ મતદાન કરશે.

ગુજરાતના ધારાસભ્યના મતનું મૂલ્ય 147 છે. એક ધારાસભ્યના મતના મૂલ્યની રીતે ગુજરાત સમગ્ર દેશમાં આઠમા સ્થાને છે જ્યારે કુલ મતોમાં દસમા સ્થાને છે.અત્યારે સંસદસભ્યોના કુલ મતોનું મૂલ્ય 5,49,408 છે જ્યારે ધારાસભ્યોના કુલ મતોનું મૂલ્ય 449474 છે. આમ ઈલેક્ટોરલ કોલેજમાં કુલ મતનું મૂલ્ય આ વખતે 10, 98,882 છે.