ચિકનપોક્સની સારવાર અને કુદરતી ઉપચાર - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Supplements
 • Nari
 • ચિકનપોક્સની સારવાર અને કુદરતી ઉપચાર

ચિકનપોક્સની સારવાર અને કુદરતી ઉપચાર

 | 3:37 am IST

ફીટનેસ

ચિકનપોક્સ એટલે તેને આપણે માતાજી અથવા અછબડા તરીકે ઓળખીએ છીએ. આ બીમારી વેરીસેલ્લા જોસ્ટર વાઇરસના સંક્રમણથી થનારી બીમારી છે. આ બીમારીમાં તાવ આવી જાય છે, શરીર પર ફોલ્લા પડી જાય છે, જેમાં એકદમ ખંજવાળ આવે છે. આ ઉપરાંત ત્વચા પર બેક્ટેરિયલ સંક્રમણ, ન્યૂમોનિયા અને માથામાં સોજો પણ ચિકનપોક્સના લક્ષણ છે.

આ બીમારી થવાનો ભય બાળકો અને યુવાનોમાં સૌથી વધુ રહે છે. ચિકનપોક્સ અડવાથી ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ બીમારીમાં ડોક્ટર ખાસ સલાહ આપે છે કે, ચિકનપોક્સના નિવારણ માટે ૧૨થી ૧ મહિનાની ઉંમર વચ્ચેના બાળકોને ચિક્નપોક્સની રસી અને ૪થી ૬ વર્ષની ઉંમર બીજી રસી અપાવી જોઇએ. આ રસી ચિકનપોક્સના સામાન્ય સંક્રમણને રોકવા માટે ૭૦થી ૮૦ ટકા અસરકારક હોય છે, અને ગંભીર રીતે સંક્રમણ રોકવા માટે ૯૫ ટકા અસરકારક હોય છે. બાળકોને રસી આપવામાં આવે, તેમ છતાં તેમાં આ રોગ થાય તો પીડાવવાના લક્ષણ સૌમ્ય હોય છે, ખાસ કરીને તે બાળકો માટે જેમને આ રસી લગાવવામાં આવી નથી,  તેમને વધારે પીડા થાય છે, તો આ ભયાનક બીમારી વિશે, તથા તેની સારવાર વિશે માહિતી મેળવીએ.

રસી લગાવો

રસી લગાવવી ચિકનપોક્સથી બચવાની સૌથી શ્રેષ્ઠ રીત છે, આ રસી લગાવવાથી ફક્ત વ્યક્તિ સુરક્ષિત જ નથી રહેતી, પરંતુ તે સમુદાયમાં રહેનારા અન્ય લોકોને પણ ચિકનપોક્સના ચેપથી દૂર રાખી શકે છે.

કોને રસી આપવી જોઇએ ?

૧૩ વર્ષ અથવા તેનાથી મોટી ઉંમરની વ્યક્તિને, જેની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય, તેને ૪થી ૮ અઠવાડિયાના અંતરે રસીના બે ડોઝ લેવા જોઇએ.

કોને રસી લગાવવી જોઇએ ?

 • આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને
 • પ્રસવ ઉંમરની ગર્ભવતી ન હોય તેવી મહિલાઓને
 • ઘરમાં બાળકોની સાથી વયસ્કો અને કિશોરોને
 • તે લોકોને જે એવી જગ્યાએ રહે છે અથવા કામ કરે છે, જ્યાં ચિકનપોક્સ ફેલાઇ શકે છે. જેમ કે કોલેજના વિદ્યાર્થીઓ વગેરે
 • જે લોકો તેવા વાતાવરણમાં રહે છે, જેમાં ચિકનપોક્સ ફેલાવાની સંભાવના રહે છે. જેમ કે બાળકોની દેખરેખ કરતા કર્મચારીઓ, શિક્ષક, સંસ્થાના સ્ટાફ વગેરે
 • હેલ્થ કેર ઉપલબ્ધ કરનારાઓ
 • નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવનાર લોકોના સંપર્કમાં રહેનાર લોકોને

ચિકનપોક્સની કુદરતી સારવાર

સામાન્ય રીતે ચિકનપોક્સના લક્ષણ ધીરે-ધીરે જાય છે. જોકે તમે તમારા ખાનપાન પર ધ્યાન રાખીને તેનાથી બચાવ કરી શકે છો. હર્બલ અને કુદરતી ઉપચાર તેના પર ખૂબ અસરકારક હોય છે. આવો જાણીએ ચિકનપોક્સથી બચવાના કેટલાક ઉપાય :

 • ચિકનપોક્સ સામે લડવા માટે સૌથી પહેલાં તમારા આહારમાંથી ડેરી ઉત્પાદનોને દૂર કરી દો. ડેરી ઉત્પાદનો શરીરમાં યુરિક એસિડના સ્તરને વધારી શકે છે, જેથી મેટાબોલિઝમ ધીમું પડી શકે છે. ચિકનપોક્સથી બચવા માટે જરૂરી છે કે શરીરને ઝેરી તત્ત્વોથી મુક્ત રાખવામાં આવે છે, જેથી આપણું શરીર કુદરતી રૂપે સ્વતઃ સારું થઇ શકે. ડેરી ઉત્પાદનોના બદલે તમે તાજા ફળ, ગાજરનો જ્યૂસ અને જૈવિક દહીંનો ઉપયોગ કરો.
 • જ્યારે ચિકનપોક્સ વાઇરસનો હુમલો થાય ત્યારે માંસનું સેવન ન કરો. જો તમે તમારા ભોજનમાં મટનને પ્રાથમિકત આપો છો તો રસાયણિક રીતે સંસાધિક બીફ અને ચિકનને ટાળો. રાસાયણિક મીટ શરીરને ઘણા પ્રકારે અસંતુલિત કરી દે છે. મીટના બદલે તમે લીલું સલાડ, શાકભાજીઓનું સેવન કરો.
 • ભોજન બાદ ૨૯૫ થી ૩૫૪ મિલી કરમદાના જ્યૂસમાં અડધા લીંબુનો રસ મિક્સ કરો, આ મિશ્રણ પીવાથી શરીરમાં ક્ષારની માત્રા વધશે, જેનાથી શરીરમાં હાજર એન્ટિઓક્સિડન્ટ ફક્ત વાઇરસ સામે લડશે.
 • ભોજનની સાથે બે કિવીનું સેવન કરો, તેમાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે, તથા તેમાંથી જરૂરી મિનરલ્સ અને અન્ય પોષકતત્ત્વ મળી આવે છે. જે શ્વસનતંત્ર, ચામડી અને લોહી માટે ફાયદાકારક હોય છે. કિવીમાં પચાવનાર એન્ઝાઇમ પણ મોટી માત્રા મળી આવે છે. ભોજનને જલદી પચાવે છે.