Chidambaram Kept In CBI Headquarter Which He Inaugurated
  • Home
  • Featured
  • CBIનાં જે બિલ્ડિંગનું કર્યું હતુ ઉદ્ઘાટન, ધરપકડ બાદ ચિદમ્બરમને ત્યાં જ રાખવામાં આવ્યા

CBIનાં જે બિલ્ડિંગનું કર્યું હતુ ઉદ્ઘાટન, ધરપકડ બાદ ચિદમ્બરમને ત્યાં જ રાખવામાં આવ્યા

 | 11:54 pm IST

પૂર્વ કેન્દ્રિય મંત્રી અને કૉંગ્રેસનાં દિગ્ગજ નેતા પી. ચિદમ્બરમની INX મીડિયા કૌભાંડ મામલે સીબીઆઈએ બુધવારનાં રાત્રે દિલ્લીનાં જોર બાગ સ્થિત તેમના સરકારી આવાસથી ધરપકડ કરી. સીબીઆઈની ટીમ તેમને સીબીઆઈ મુખ્ય મથકે લઇને આવી છે. રસપ્રદ વાત એ છે કે સીબીઆઈની ટીમ પૂર્વ નાણા મંત્રીને ધરપકડ કરીને જ્યાં લાવ્યા છે, ક્યારેક આ બિલ્ડિંગનાં ઉદ્ધાટનનાં સમયે ચિદમ્બરમ અહીં મુખ્ય મહેમાનમાં સામેલ હતા. સીબીઆઈની આ નવી બિલ્ડિંગનું ઉદ્ઘાટન 2011માં કરવામાં આવ્યું હતુ.

વર્ષ 2011માં ત્યારે પી. ચિદમ્બરમ દેશનાં ગૃહ મંત્રી હતા અને તત્કાલીન પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે સીબીઆઈની આ ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતુ. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં મનમોહન સિંહ સાથે તે સમયનાં ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ પણ હાજર હતા. આ ઉપરાંત કપિલ સિબ્બલ, વીરપ્પા મોઈલી, મલ્લિકાર્જુન ખડગે સહિત અન્ય નેતા પણ અહીં હાજર હતા. હવે સમાચાર છે કે પૂર્વ કેન્દ્રિય મંત્રી ચિદમ્બરમને રાતભર અહીં જ સીબીઆઈનાં મુખ્ય મથકમાં રાખવામાં આવશે.

 

સીબીઆઈ ગુરૂવારનાં અહીંથી જ તેમને કૉર્ટમાં રજૂ કરશે. આ પહેલા મંગળવારનાં રાત્રે સીબીઆઈ અને ઈડી પી. ચિદમ્બરમની શોધમાં લાગ્યા હતા, પરંતુ બંને એજન્સી તેમને શોધી શકી નહોતી. ત્યારબાદ બુધવાર રાત્રે 8 વાગ્યે ચિદમ્બરમ અચાનક કૉંગ્રેસ મુખ્ય મથકે પહોંચ્યા હતા, જ્યાં પ્રેસ કૉન્ફરન્સમાં 10 મિનિટ પોતાનું લખેલું ભાષણ વાંચ્યા બાદ તેઓ ઘરે પરત ફર્યા હતા. તેમની પાછળ પાછળ સીબીઆઈ અને ઈડીની ટીમ કૉંગ્રેસ મથકે પહોંચી હતી, પરંતુ ત્યાર સુધી તેઓ ઘરે જવા નીકળી ચુક્યા હતા. ત્યારબાદ તેમના નિવાસ્થાને જઇને સીબીઆઈએ તેમને પકડ્યા હતા.

આ વિડીયો પણ જુઓ: પી.ચિદંબરમની ધરપકડ બાદ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન