INX Media Case: Chidambaram Said He Is Worried About Indian Economy
  • Home
  • Featured
  • કૉંગ્રેસનાં દિગ્ગજ નેતા ચિદમ્બરમે જજને કહ્યું – સર, મારા માટે વેસ્ટર્ન ટૉયલેટની સુવિધા કરાવો

કૉંગ્રેસનાં દિગ્ગજ નેતા ચિદમ્બરમે જજને કહ્યું – સર, મારા માટે વેસ્ટર્ન ટૉયલેટની સુવિધા કરાવો

 | 7:49 pm IST

INC મીડિયા કેસમાં પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આવતા 14 દિવસ તેઓ તિહાડ જેલમાં રહેશે. આવામાં પી. ચિદમ્બરને પ્રશ્ન કરવામાં આવ્યો કે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા બાદ તેમનું શું કહેવું છે, તો તેમણે જવાબ આપ્યો કે તેઓ ફક્ત દેશની અર્થવ્યવસ્થાને લઇને ચિંતિત છે.

દેશની અર્થવ્યવસ્થાને લઇને વિપક્ષ સતત સરકારને ઘેરી રહી છે. કેન્દ્રિય સ્ટેસ્ટિક કાર્યાલયે એપ્રિલ-જૂન ત્રિમાસિકગાળામાં ઘરેલૂ ઉત્પાન (GDP)નાં આંકડા જાહેર કર્યા હતા, જેમાં સરકારી આંકડાઓ પ્રમાણે જીડીપી 5.8 ટકાથી ઘટીને 5 ટકા સુધી પહોંચી ગયો છે, જે છેલ્લા 6 વર્ષમાં આ તેનું સૌથી નીચેનું સ્તર છે. તો ઑગષ્ટમાં જીએસટી કલેક્શન ઘટીને 98.203 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે.

વિરોધ પક્ષ આને લઇને મોદી સરકારનાં કાર્યકાળ પર પ્રશ્ન ઉઠાવી રહ્યો છે. કૉંગ્રેસ નેતાનો દાવો છે કે મોદી સરકાર આર્થિક મુદ્દા અને મંદીથી ધ્યાન ભટકાવવા માટે કૉંગ્રેસનાં નેતાઓની ધરપકડ કરી રહી છે. INX મીડિયા કેસમાં ગુરૂવારનાં દિલ્લીની રાઉઝ એવન્યૂ કૉર્ટે સુનાવણી બાદ નિર્ણય સંભળાવ્યો. આવતા 14 દિવસ તેઓ તિહાડ જેલમાં રહેશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઈએ પૂર્વ નાણાં મંત્રી પી. ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની અપીલ કરી હતી. પી. ચિદમ્બરનાં વકીલ કપિલ સિબ્બલે આનો વિરોધ કર્યો હતો.

તિહાડ જેલનાં અધિકારીઓ પ્રમાણે, “ચિદમ્બરમને તિહાડ જેલમાં અન્ય કેદીઓની માફક રાખવામાં આવશે.” ગુરૂવારનાં સુનાવણી દરમિયાન પી. ચિદમ્બરમે તિહાડ જેલમાં વેસ્ટર્ન ટૉયલેટ, ચશ્મા, દવાઓ, સુરક્ષા અને અલગ બેરકની માંગ કરી છે. ચિદમ્બરમ 19 સપ્ટેમ્બર સુધી તિહાડ જેલમાં રહેશે. આ દરમિયાન તેમને જેલ મેન્યુઅલ અને કૉર્ટનાં આદેશ પ્રમાણે સુવિધાઓ પુરી પાડવી પડશે. જેલમાં તેમને વેસ્ટર્ન ટૉયલેટ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત પુસ્તક, ટીવી, દવાઓ અને અલગ બેરેક મળશે. ભોજનમાં તેમને દાળ, રોટલી અને સબ્જી મળશે.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં વ્યંઢળોએ યુવકને માર્યો માર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન