INX Media Case: Chidambaram Sent To Tihar Jail For 14 Days
  • Home
  • Featured
  • કૉર્ટમાં ના ચાલી સિબ્બલની એક પણ દલીલ, 14 દિવસ માટે તિહાડ જેલમાં મોકલાયા ચિદમ્બરમ

કૉર્ટમાં ના ચાલી સિબ્બલની એક પણ દલીલ, 14 દિવસ માટે તિહાડ જેલમાં મોકલાયા ચિદમ્બરમ

 | 6:13 pm IST

INX મીડિયા કેસમાં ગુરૂવારનાં દિલ્લીની રાઉઝ એવેન્યૂ કૉર્ટમાં સુનાવણી થઈ. ગુરૂવારનાં કેન્દ્રિય તપાસ બ્યૂરોએ પૂર્વ નાણાં મંત્રી પી. દિચમ્બરને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાની અપીલ કરી છે. જો કે પી. ચિદમ્બરનાં વકીલ કપિલ સિબ્બલે આનો વિરોધ કર્યો. કપિલ સિબ્બલે અદાલતને કહ્યું કે સીબીઆઈને જણાવવું પડશે કે પી. ચિદમ્બરમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા કેમ જરૂરી છે?

ચિદમ્બરમ મામલે કૉર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કપિલ સિબ્બલે કૉર્ટને કહ્યું કે, “આજ સુધી પુરાવાઓ સાથે છેડછાડનો કોઈ આરોપ નથી લાગ્યો. આરોપી વિરુદ્ધ ડૉક્યૂમેન્ટનો આ પૂરો કેશ છે. આવામાં આરોપીને જમાનત આપી દેવામાં આવે.”

સૉલિસિટર જનરલે કહ્યું કે, “આ મામલો ચિદમ્બરમને કસ્ટડીમાં મોકલવાની સાથે જોડાયો છે. કૉર્ટ જ બેલની અરજી પર નિર્ણય કરશે. આગામી પગલું પણ તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનું જ હોવું જોઇએ.”

સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ કપિલ સિબ્બલની દલીલ પર વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, “જ્યાં સુધી અરજી પર સુનાવણી ના થાય, ત્યાં સુધી ચર્ચા બિનજરૂરી છે.” કપિલ સિબ્બલે કહ્યું કે, “ન્યાયિક કસ્ટડી માટે, રિમાન્ડ માટે ન્યાય હોવો જોઇએ. રિમાન્ડનો ઑર્ડર તથ્યોનાં આધાર પર જ આપવો જોઇએ.” સિબ્બલે કહ્યું કે તમામ અરજીઓ પર યોગ્ય રીતે સીબીઆઈની અરજી પર ધ્યાન આપવામાં આવે. ચિદમ્બરમે કહ્યું કે, “શું કોઈ એવો પુરાવો છે કે જ્યારે મે સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો હોય. શું મે કોઈ પણ દસ્તાવેજોને પ્રભાવિત કરવાનો પ્રયત્ન કર્યો? મે ક્યારેય પુરાવાઓ દૂર નષ્ટ કરવાનો પ્રયત્ન નથી કર્યો. તમામ પુરાવાઓ દસ્તાવેજ તરીકે છે. હું કોઈ સાથે શું છેડછાડ કરી શકુ છું.”

સૉલિસિટર જનરલે કહ્યું કે, “મે તપાસનું વિવરણ આપ્યું છે. બેંકોનાં તમામ વિવરણ આપ્યા છે. હું એ નથી કહી રહ્યો કે તેઓ સંપૂર્ણ દેશને પ્રભાવિત કરી દેશે, લિબરલાઇઝ્ડ રૈમિટેન્સ સ્કીમ (એલઆરએસ) બેંકોને જાહેર કરવામાં આવ્યા છે. તેઓ બેંકોને પ્રભાવિત કરી શકે છે.” ઉલ્લેખનીય છે કે કૉર્ટ દ્વારા પી. ચિદમ્બરમને 5 સપ્ટેમ્બર સુધી સીબીઆઈ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા, જે આજે પૂર્ણ થઇ રહી છે.

આ વિડીયો પણ જુઓ: બનાસકાંઠાના દાંતામાં મેઘ મહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન