CM બન્યા બાદ પહેલો જ સવાલ પુછાતા બરાબરના ભડક્યા ઉદ્ધવ ઠાકરે, થયા લાલઘુમ - Sandesh
  • Home
  • Assembly Election
  • CM બન્યા બાદ પહેલો જ સવાલ પુછાતા બરાબરના ભડક્યા ઉદ્ધવ ઠાકરે, થયા લાલઘુમ

CM બન્યા બાદ પહેલો જ સવાલ પુછાતા બરાબરના ભડક્યા ઉદ્ધવ ઠાકરે, થયા લાલઘુમ

 | 11:23 pm IST

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત જ કેબિનેટની બેઠક યોજી હતી. બેઠક બાદ ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓ સાથે પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારના નિર્ણયોની જાહેરાત કરી હતી. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરે પત્રકારો દ્વારા કરવામાં આવેલા સવાલ પર બરાબરની ભડક્યા હતાં.

કેબિનેટ બાદ યોજેલી પત્રકાર પરિષદમાં પત્રકારોએ ઉદ્ધવ ઠાકરેને સવાલ કર્યો હતો કે શું શિવસેના સેક્યુલર બની ગઈ? આ સાંભળતા જ ઉદ્ધવ ઠાકરે ભડકી ઉઠ્યા હતાં અને કહ્યું હતું કે, સેક્યુલર એટલે શું? જોકે આ દરમિયાન એનસીપીના નેતા છગન ભુજબળે પત્રકારોના સવાલનો જવાબ આપીને વાત વાળી લીધી હતી.

મુખ્યમંત્રી બનતાની સાથે જ ઉદ્વવ ઠાકરેએ કેબિનેટની બેઠક બોલાવી હતી. આ દરમિયાન લેવાયેલા નિર્ણયો વિષે જાણકારી આપતા તેમણે કહ્યું હતું કે, મુખ્ય સચિવો પાસે ખેડૂતોને લઈને જાણકારી માંગવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, અમારી સરકાર ખેડૂતો માટે કામ કરશે. પ્રેસ કોન્ફરન્સમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મને એ જણાવતા ભારે આનંદ થાય છે કે, આ બેઠકમાં જે પહેલો નિર્ણય લેવામાં આવ્યો છે તે રાયગઢના વિકાસ માટે 20 કરોડ રૂપિયાને મંજૂરી આપવાનો છે જે છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની છે.

આ દરમિયાન એક પત્રકારે ઉદ્ધવ ઠાકરેને સલાવ કર્યો હતો કે હવે શું શિવસેના સેક્યુલર બની ગઈ? તો ઉદ્ધવ ઠાકરે ભડકી ઉઠ્યા હતાં. તેમણે કહ્યું હતું કે, સેક્યુલર એટલે શું? જે બંધારણમાં લખ્યું છે તે સેક્યુલર છે. તેમણે કહ્યું હતું કે, આ સરકાર લોકો માટે કામ કરશે. જનતાના આશિર્વાદ અમારા પર બની રહેવા જોઈએ. જોકે ઉદ્ધવ ઠાકરે ગુસ્સે થતા એનસીપીના નેતા છગન ભુજબળે વાત વાળી લીધી હતી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન