Chief Minister Vijay Rupani announced the self-reliant Gujarat assistance scheme
  • Home
  • Gandhinagar
  • રૂપાણી સરકારે ખોલ્યો ખજાનો, નાના ઉદ્યોગોને બખ્ખા, છ મહિના સુધી લોનનો કોઇ જ હપ્તો નહી

રૂપાણી સરકારે ખોલ્યો ખજાનો, નાના ઉદ્યોગોને બખ્ખા, છ મહિના સુધી લોનનો કોઇ જ હપ્તો નહી

 | 3:42 pm IST

PM મોદી દ્વારા દેશને આત્મનિર્ભર બનાવવાની ઘોષણા બાદ દેશના તમામ રાજ્યો અલગ-અલગ પ્રકારના આર્થિક પેકેજની જાહેરાત કરી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્ય પણ તેમાથી બાદ નથી રહ્યું. આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. જેમા તેમણે નાના વેપારીઓને લોન આપવાની અને તેમને આર્થિક રીતે સદ્ધર બનાવવાની વાત કહી હતી.

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરી હતી. 10 લાખથી વધુ લોકોને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત નાના દુકાનદારોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયાની લોન 2 ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જ્યારે 6 ટકા વાર્ષિક વ્યાજ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. આ લોન સહકારી બેંકો એને જિલ્લા બેંકોમાંથી આ મળશે. અને 6 મહિના સુધી આ લોનનો હપ્તો ભરવામાં રાહત આપવામાં આવશે. સરકારની આ યોજનામાં કોઇ પણ પ્રકારની સિક્યોરિટી આપવાની રહેશે નહી. પ્રોવિઝનલ સ્ટોર અને કટલરી સ્ટોરને રાહત આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના કારણે રાજ્યમાં તેની કોઇ અસર થશે નહી તથા લોકોને રોજગાર પૂરો પાડવા માટે સરકાર કટીબદ્ધ છે અને આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની અંદર મોટા ભાગના કારીગરો અને કામદારોને આવરી લેવામા આવશે.

તમને જણાવી દઇએ કે, રાજ્ય સરકાર દ્વારા નાના ઉદ્યોગોને આપવામાં આવતી લોનનું 18 ટકા વ્યાજ રાજ્ય કરકાર ચૂકવશે અને લોનધારકને માત્ર 2 ટકા વ્યાજની ચૂકવણી કરવાની રહેશે. રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય ખુબ જ મહત્વનો છે જ્યારે કોરોનાના કારણે સંમગ્ર દેશમાં લોકડાઉન છે ત્યારે ઉદ્યોગોને ભારે નુક્સાન પહોંચ્યુ છે આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત બાદ રાજ્યમાં નાના ઉદ્યોગો ફરી ધમધમી ઉઠે તેવી આશા હવે સેવાઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના દર્દીનો આંકડો 10 હજાર નજીક પહોંચી ગયો છે. આખા રાજ્યમાં બુધવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરા થયેલાં 24 કલાકમાં 365 નવા કેસ નોંધાતા હવે કોરોનાના કુલ 9,267 પોઝિટિવ કેસ, મૃત્યુઆંક 566 અને 3,562 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે

આ વીડિયો પણ જુઓ: રાજકોટમાં ડુપ્લીકેટ પાસનું કૌભાંડ આવ્યું સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન