Chief Minister Vijay Rupani's memes went viral
  • Home
  • Gujarat
  • વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શું કહી રહ્યાં છે લોકો? જુઓ મીમ્સની ભરમાર

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ શું કહી રહ્યાં છે લોકો? જુઓ મીમ્સની ભરમાર

 | 4:30 pm IST
  • Share

હાલમાં ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ દેખાઈ રહી છે. આજે જ CM પદેથી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને પગલે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. એવામાં આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલને મળવા પહોંચતા રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી. જે બાદ મુખ્યમંત્રીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પોતાનું રાજીનામું સોપી દીધુ છે. ત્યારે હવે એ પણ ચર્ચા છે કે નવા ચહેરા તરીકે કોઈ ગુજરાતની કમાન સંભાળશે અને ગુજરાતનો નવો નાથ કોણ એ ચર્ચા પણ તેજ થઈ છે. એ વચ્ચે લોકોએ નવા નવા મીમ શેર કરીને રાજકારણ પર અને નવા સીએમ પર પોતાનો મત વ્યક્ત કર્યો છે. તો અહીં જુઓ લોકોએ કરેલી નવી નવી ટ્વીટ

જ્યારે લોકો આ રીતે રિએક્શન આપી રહ્યા છે ત્યારે કોંગ્રેસ નેતા ભરતસિંગ સોલંકીએ આ જ વર્ષે પાંચમાં મહિનાની 20 તારીખે કોમેન્ટ કરીને સરકારને આડે હાથ લીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો