chief selector msk prasad rishabh pant vijay shankar ajinkya rahane ahead of world cup squad
  • Home
  • Sports
  • Cricket
  • ચીફ સિલેક્ટર પ્રસાદનો ખુલાસો- વર્લ્ડ કપ ટીમમાં સામેલ થઇ શકે છે આ 3 ખેલાડી

ચીફ સિલેક્ટર પ્રસાદનો ખુલાસો- વર્લ્ડ કપ ટીમમાં સામેલ થઇ શકે છે આ 3 ખેલાડી

 | 6:25 pm IST

ભારતીય ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે જણાવ્યું છે કે રિષભ પંત, વિજય શંકર અને અંજિક્ય રહાણે વર્લ્ડ કપ માટે પસંદગી પામનાર ભારતીય ટીમનો ભાગ હોઇ શકે છે.

આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ આ વર્ષ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાશે. તેમજ ભારતને પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યું છે. પ્રસાદે માન્યું કે પંતના શ્રેષ્ઠ પ્રદર્શને પસંદગીકારોની મુશ્કેલી વધારી દિધી છે. તથા વિજયની બેટિંગે વર્લ્ડ કપ માટે પસંદગી પામનાર ટીમને એક નવો જોશ આપ્યો છે.

ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી-20 સિરીઝમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી રિષભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું છે. પંતની બેટિંગ જોઈને ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદ પણ ખુશ થયા છે.

પ્રસાદે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, રિષભ પંતની બેટિંગમાં ઘણો સુધારો થયો છે. તે એક પરિપક્વ ખેલાડીના રૂપમાં ઉભરીને સામે આવ્યો છે. ચીફ સિલેક્ટરે વિશ્વકપ 2019 પર પણ પ્રતિક્રિયા આપી છે. રિષભે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ અંતિમ મેચમાં 12 બોલનો સામનો કરતા 28 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન ત્રણ સિક્સ ફટકારી હતી.

મહત્વનું છે કે, ભારતીય ટીમના મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું કે, પંતે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રભાવી પ્રદર્શન કર્યું છે.

પરંતુ વિજય શંકરે અંતિમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને વિશ્વકપની પસંદગીની મુશ્કેલી વધારી દીધી છે. પરંતુ પંતે માત્ર 3 વનડે મેચ રમી છે. પરંતુ મહત્વની વાત છે કે તેણે ટેસ્ટ અને ટી20માં સારૂ પ્રદર્શન કર્યું છે. પંતે ઈન્ડિયા-એ માટે રમતા પણ પોતાની છાપ છોડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન