Chief Trustee Bharat Mahant arrested in Shreya Hospital fire case
  • Home
  • Ahmedabad
  • શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 8 દર્દીઓના મોતનાં મામલે મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં 8 દર્દીઓના મોતનાં મામલે મુખ્ય ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ

 | 7:34 pm IST

અમદાવાદની કોવિડ-19 શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ મામલે તપાસ અધિકારીએ ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરી છે. અગ્નિકાંડ કઈ બેદરકારીના કારણે સર્જાયો તેને લઈને પોલીસ વિભાગે આરોગ્ય વિભાગને તપાસ અર્થે સવાલો પૂછ્યા હતા.

થોડા દિવસો અગાઉ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ શ્રેય હોસ્પીટલમાં મધરાત્રીએ ICU વોર્ડમાં આગની ઘટના ઘટી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ 8 દર્દીના દુઃખદ મોત થયા હતા. ત્યારે આ મોતનું મુખ્ય જવાબદાર કોણ છે તેને લઈને નવરંગપુરા પોલીસે હોસ્પિટલના માત્ર એક જ ટ્રસ્ટી સામે બેદરકારીનો ગુનો દાખલ કરી સંતોષ માની લઈ વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે ટ્રસ્ટી ભરત મહંતની ધરપકડ કરીને રિમાન્ડ મેળવાની તજવીજ હાથ ધરી છે.

આખરે સવાલ એ થઈ રહ્યો છે આંઠ લોકોના મોતનો જવાબદાર શુ માત્ર એક હોસ્પીટલના ટ્રસ્ટી ભરત મહંત જ છે કે અન્ય કોઈ પણ ખરું? પોલીસ આ સવાલ પર કહે છે કે તપાસમાં જે પણ કોઈ જવાબદાર હશે તેને બક્સવામાં નહિ આવે. જોકે પહેલેથી પોલીસે શંકાસ્પદ કામગીરી કરીને એ.એમ.સી અને ફાયરબ્રિગેડનો બચાવ કર્યો છે.

શ્રેય હોસ્પિટલના 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંત વિવાદાસ્પદ ઇતિહાસ ધરાવે છે. શ્રેય હોસ્પિટલના ટ્રસ્ટી અને રાજકીય વગ ધરાવતા એવા ભરત મહંતનું ચરિત્ર વિવાદાસ્પદ છે. તેમના ખાતામાં વિદ્યાર્થિનીઓને બાથમાં લેવાનું કુકર્મ બોલે છે. કોંગ્રેસના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ વિજયદાસ મહંતના પુત્ર છે. જોકે 2019માં ભરત મહંત ભાજપમાં જોડાયા હતા.

આ વીડિયો પણ જુઓ: દુનિયામાં 5.7 અબજ વેક્સીનનો ઓર્ડર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન