child abduction case in ahmedabad vejalpur
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પેથાપુરનું પુનરાવર્તનઃ અમદાવાદમાં માતાએ તરછોડ્યું 2 દિવસનું બાળક, કરાઈ ધરપકડ

પેથાપુરનું પુનરાવર્તનઃ અમદાવાદમાં માતાએ તરછોડ્યું 2 દિવસનું બાળક, કરાઈ ધરપકડ

 | 12:46 pm IST
  • Share

  • બે દિવસનું બાળક છોડી માતા ફરાર
  • વેજલપુરના શ્રીનંદનગર વિભાગ 4નો બનાવ
  • લગ્ન પહેલા જ યુવતી માતા બનતા બાળક મુકીને ફરાર
  • વેજલપુર પોલીસે માતાની કરી ધરપકડ

ગાંધીનગરમાં શિવાંશને ગૌશાળામાં છોડી દીધા બાદની ઘટનામાં હજુ અનેક ખુલાસા થઈ રહ્યા છે ત્યાં જ અમદાવાદના વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર 4માં પણ આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીં માતા 2 દિવસના બાળકને મૂકીને ફરાર થઈ ગઈ હતી.

પોલીસે કરી માતાની ધરપકડ

જ્યારે આ વિસ્તારમાં માતા પોતાના 2 દિવસના બાળકને મૂકીને ફરાર થયાની વાત પોલીસને મળી ત્યારે સ્થાનિકોના સહયોગની મદદથી પોલીસે માતાની ઓળખ કરી લીધી છે. તપાસમાં પોલીસે જાણ્યું છે કે આ મહિલા મિઝોરમની છે. ઘટના બાદ માતા પર કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. આ સાથે પૂછપરછમાં પોલીસે તેમ પણ જાણ્યું છે કે આ મહિલા લગ્ન પહેલા જ માતા બની હતી. બાળકને તરછોડી દેવા માટે આ કારણ પણ જવાબદાર હોઈ શકે છે. સ્થાનિકોની સજાગતાએ આ કેસને ઝડપથી ઉકેલવામાં પોલીસની મોટી મદદ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો