child actress case vikas sachdeva sentenced three years
  • Home
  • Entertainment
  • Bollywood
  • પાછળની સીટમાં બેસીને બોલિવૂડ અભિનેત્રી સાથે શારીરિક અડપલાં કરતો શખ્સ જબરો ભેરવાયો

પાછળની સીટમાં બેસીને બોલિવૂડ અભિનેત્રી સાથે શારીરિક અડપલાં કરતો શખ્સ જબરો ભેરવાયો

 | 3:57 pm IST

2017માં પ્લેનની અંદર એક બોલિવૂડ ચાઈલ્ડ અભિનેત્રી સાથે છેડછાડ કરનાર આરોપી વિકાસ સચદેવાને કોર્ટે સજા સંભળાવી છે. પોક્સો એક્ટના સેક્શન 8 અને આઈપીસીની 354ના અનુસંધાનમાં આરોપીને 3 વર્ષની સજા સંભળાવી છે. આ સિવાય કોર્ટે આરોપીને 25 હજાર 500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

આરોપીના વકીલે કોર્ટમાં અપીલ કરી હતી કે, વિકાસની કમાણીથી એનું ઘર ચાલે છે. પહેલી વખત તે કોઈ ગુનામાં દોષિત સાબિત થયો છે. તેના પર કોઈ બીજા કેસ નથી. માટે તેને ઓછી સજા આપવામાં આવે. પરંતુ કોર્ટે કોઈનું સાંભળ્યું નહીં. હવે તેની પાસે ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાનો મોકો છે. ઉલ્લેખનીય છે કે, આરોપી વિકાસ 41 વર્ષનો છે.

વાત 2017ની છે. જ્યારે બોલિવૂડ એક્ટ્રેસ દિલ્હીથી મુંબઈ જઈ રહી હતી. ત્યારે વિકાસે ફ્લાઈટમાં અભિનેત્રી સાથે શારીરિક અડપલાં કર્યા હતા. આ ઘટનાએ બોલિવૂડ અભિનેત્રીને શોકમાં મુકી દીધી હતી. એક્ટ્રેસનો આરોપ હતો કે, એરલાઈન્સની ફ્લાઈમાં બરાબર એની પાછળ બેઠેલા વિકાસે આવી ખરાબ હરકત કરી હતી.

ફ્લાઈટના ક્રુ મેમ્બરને ફરિયાદ કરવા છતાં કોઈએ અભિનેત્રીનું સાંભળ્યું નહીં. ત્યારબાદ મુંબઈ જઈને અભિનેત્રીએ લાઈવ વીડિયોમાં તમામ જાણકારી આપી હતી. તેણે ત્યારે મહિલાઓની સુરક્ષા પર પણ સવાલો ઉભા કર્યા હતા. આરોપી વિરુદ્ધમાં પગલું ભરીને અભિનેત્રીએ પોલીસમાં એફઆરઆઈ દાખલ કરાવી હતી.

આ વીડિયો પણ જુઓ: નિર્ભયા કેસને લઈ દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન