વડોદરામાં સ્વિમિંગપૂલમાં ડૂબી જવાથી બાળકના મોતને મામલે ગળે ન ઉતરે તેવો ખૂલાસો - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરામાં સ્વિમિંગપૂલમાં ડૂબી જવાથી બાળકના મોતને મામલે ગળે ન ઉતરે તેવો ખૂલાસો

વડોદરામાં સ્વિમિંગપૂલમાં ડૂબી જવાથી બાળકના મોતને મામલે ગળે ન ઉતરે તેવો ખૂલાસો

 | 1:00 pm IST

વડોદરામાં લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળક ડૂબી જવાના મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જો કે આ ખુલાસો ગળે ઉતરે તેવો નથી. સ્વિમિંગ પૂલ સત્તાવાળાઓનું કહેવું છે કે બાળક પ્રેશ્રક ગેલેરીમાંથી કૂદીને આવ્યો હતો. જ્યારે સવાલ એ થાય છે કે આવા સંજોગોમાં સુરક્ષા કર્મીઓ ક્યાં હતા. વળી પ્રેક્ષક ગેલેરીની દિવાલ જાડી અને 12 ફૂટ ઉંચી હતી તો તે કોના કેવાથી 4 ફૂટની કરી દેવામાં આવી હતી ?

સોમવારે સાંજે વડોદરા લાલબાગ સ્વિમિંગ પૂલમાં 10 વર્ષીય બાળક ડૂબી જવાના મામલે મોટો ખુલાસો થયો છે તે એ છે કે બાળક કોઈ રજીસ્ટર્ડ તરણવીર કે ટ્રેઈની નથી, તે માત્ર જોવા આવ્યો હતો. તે  પ્રેક્ષક ગેલેરીમાંથી જાડી દિવાલ કૂદીને પૂલમાં પડ્યો હતો.

લાલ બાગ સ્વિમિંગ પૂલના મેનેજર બચુભાઇ રાઠવાએ જણાવ્યું કે આ બાળક જાડી કૂદીને આવી ગયો. કોચનું ધ્યાન ન રહ્યુ જેથી આ ઘટના બની. જોકે મેનેજરે કબુલ્યું કે સુરક્ષા કર્મી તૈનાત કરવાની જરૂર હતી. જે હવે કરવામાં આવશે. જોકે જાણવા એ પણ મળ્યું કે જે જાડી કૂદી બાળક અંદર આવ્યો તે પહેલા 12 ફૂટ હતી જે હાલ 4 ફૂટ કરી દેવામાં આવી છે.

કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમને જીગીષાબેન શેઠનું કહેવું છે કે જે ઘટના બની છે એ ખૂબ જ દુઃખદ ઘટના બની છે. બાળક અંદર કેવી રીતે આવ્યો એ તપાસનો વિષય છે. બાળક અંદર જે આવ્યો હતો એ પ્રેક્ષક ગેલેરીમાંથી આવ્યો હતો. પછી એ કેવી રીતે સ્વીમીંગ પુલમાં નાહવા ગયો અને ડૂબી ગયો તેની તપાસ કરવામાં આવશે. ત્યાં ગેટ પર સીકીયુરિટી ગાર્ડ હોય છે અને બધાના પાસ અને સ્વિમિંગ કોસચ્યુમ ચેક કરીને અંદર જવા દેવામાં આવતા હોય છે. અને સિક્યોરિટી ગાર્ડ જે હોય છે એ ખૂબ સતર્ક હોય છે. બાળક નાહવાના ઇરાદે અંદર ગયો હોય તેમ લાગે છે. જ્યારે એને પાણી માંથી બહાર કાઢ્યો ત્યારે એના શરીર ઉપરના ભાગે કપડું હતું નહીં. બાળક કેવી રીતે ડૂબી ગયો છે તેની તપાસ બાદ સિક્યુરિટી કર્મચારીઓ પર પગલાં લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે લાલબાગ સ્વીમીંગ પુલ ખાતે સીસીટીવી કેમેરા નથી. અને સ્ટેન્ડીગ કમિટીના ચેરમેનનું કહેવું છૅ કે ત્યાં સીસીટીવી કેમેરા છે. તો શું એવું કહી શકાય કે પોલંપોલ વહીવટ ચાલે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જ ખબર નથી કે ત્યાં સીસીટીવી કેમેરા છે કે નહીં. અવે જોવાનું આ એ છે કે કોર્પોરેશન આ મુદ્દે કોઈ તપાસ કરશે કે નહીં અને આવી ઘટના બીજી વાર ના થાય તે માટે સુરક્ષાના શું પગલાં લે છે.