ઠંડીથી હુંફ મેળવવા બાળકને ઓઢેલી ચાદરને લાગી તાપણાની ઝાળ, થયું મોત - Sandesh
  • Home
  • Gujarat
  • ઠંડીથી હુંફ મેળવવા બાળકને ઓઢેલી ચાદરને લાગી તાપણાની ઝાળ, થયું મોત

ઠંડીથી હુંફ મેળવવા બાળકને ઓઢેલી ચાદરને લાગી તાપણાની ઝાળ, થયું મોત

 | 8:33 pm IST

પોરબંદરના રાણવાવ નજીક આવેલા રાણાબોરડી ગામે ઠંડીથી હુંફ મેળવવા માટે કરવામાં આવેલ તાપણાને કારણે બાળક ગંભીર રીતે દાઝી જતા તેનું મોત નિપજયાનો બનાવ બનવા પામ્યો છે.

મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના હગૈયા ગામના અને હાલ રાણાવાવ નજીક આવેલ રાણાબોરડી ગામે ખેતમજુરી કરતા સીલધર રામજી ચૌહાણ નામનો ખેતમજુર ગત તા.૧૦ ડિસેના રોજ વહેલી સવારે ભીખુભાઈ વાલજીભાઈ મોકરીયાની વાડીએ ઠંડીથી બચવા તાપણું કરી બેઠો હતો અને તેનો ત્રણ વર્ષનો પુત્ર રાજુ પણ ત્યાં તાપણામાં તાપતો હતો. તે દરમિયાન તેણે ઓઢેલી ચાદરને તાપણાની ઝાળ લાગી જતા આગ લાગી હતી અને તેમાં રાજુ ગંભીર રીતે દાઝી ગયો હતો. આથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતો જયાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું.