ચાઈલ્ડ પૉન રેકેટ કેસ : 40 દેશો સાથે જોડાયેલા વોટ્સએપના તાર, જાણો શું છે ઘટના - Sandesh
NIFTY 10,426.85 +5.45  |  SENSEX 33,856.78 +-61.16  |  USD 64.8900 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ચાઈલ્ડ પૉન રેકેટ કેસ : 40 દેશો સાથે જોડાયેલા વોટ્સએપના તાર, જાણો શું છે ઘટના

ચાઈલ્ડ પૉન રેકેટ કેસ : 40 દેશો સાથે જોડાયેલા વોટ્સએપના તાર, જાણો શું છે ઘટના

 | 7:18 pm IST

થોડાં સમય પૂર્વે ઘણો ચર્ચામાં રહેલા ચાઈલ્ડ પૉનોગ્રાફી રેકેટ કેસમાં નવો ખુલાસો સામે આવ્યો છે. CBIની તપાસ દરમિયાન જાણવા મળ્યું છેકે, જે વોટ્સએપ ગ્રુપમાં 119 લોકોના નામ જોડવામાં આવ્યા હતા, તેના તાર 40 દેશો સાથે જોડાયેલા છે. જેમાં કુલ 66 સભ્યો ભારતના 56 પાકિસ્તાન અને 29 અમેરિકાના હતા. આ મામલે ઘટના સ્થળ પરથી મળેલા ઈલેક્ટ્રોનિક ઉપકરણોની ફોરેન્સિક તપાસ પૂર્ણ થઈ ચૂકી છે.

CBI દ્વારા 23 ફેબ્રુઆરીના આંતરરાષ્ટ્રીય ચાઇલ્ડ પોર્નોગ્રાફી રેકેટને ઉઘાડું પાડ્યું હતું. આ રેકેટ એક વોટ્સએપ ગ્રુપની મદદથી ચાલી રહ્યું હતું. જેમાં ઘણાં દેશના લોકો સંડોવાયા હોવાનું જાણવા મળ્યું હતું. 199 સભ્યાના KidsXXX નામના આ ગ્રુપમાં બાળકોના સંબંધિત પોર્ન વીડિયો અને ફોટો શેર કરવામાં આવતાં હતા.

CBIના અધિકારીના જણાવ્યા અનુસાર, ગ્રુપમાં પાંચ એડમિન ભારતના હતા, જેમાંથી કનોજના રહેવાસી નિખિલ વર્માની ધરપકડ કરવામાં આવી છે. અન્ય ચાર આરોપી સત્યેન્દ્ર ઓમપ્રકાશ ચૌહાણ(મુંબઈ), નફીસ રેઝા (દિલ્હી),જાહિદ(દિલ્હી) અને આદર્શ (નોઈડા)ના છે. આરોપીઓના ઘરથી લેપટોપ, ટેબલેટ, હાર્ડડિસ્ક અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

આ દરમિયાન આરોપીઓના ઘરમાંથી પ્રાપ્ત થયેલ હાર્ડવેરમાં બાળકોના સંબંધિત અશ્લીલ વીડિયો અને ફોટા છે. આરોપીઓની પૂછપરછમાં વધુ જાણકારી સામે આવશે.

આ ગ્રુપનું સેટિંગ જોઈ CBI પણ ચોંકી ગઈ છે. આ ગ્રુપમાં દુનિયાના વિવિધ ખૂણામાંથી લોકો શામેલ હતા. આ એક માસ્ટર ગ્રુપની માફક કામ કરી રહ્યું હતું, જેમાં લોકો પોર્ન અપલોડ કરતાં હતા અને અન્ય લોકો તેમાંથી વીડિયો ડાઉનલોડ કરી પછી લોકોને મોકલતાં હતા. ભારત ઉપરાંત યુએસએ, ચીન મેક્સિકો, અફગાનિસ્તાન, બ્રાઝિલ, પાકિસ્તાન, શ્રીલંકા, કેન્યા જેવા ઘણાં દેશોમાં આ ગ્રુપ શામેલ હતા.

CBIને અન્ય દેશોની તપાસ ટીમ પાસે પણ આ મામલે મદદની જરૂર છે. જેના માધ્યમથી વિવિધ દેશોમાં ફેલાયેલા આ રેકેટના મૂળ સુધી પહોંચી શકાય. જેના માટે ઘણાં દેશો પાસેથી ઈન્પુટ લેવામાં આવી રહ્યું છે.