OMG!! 6 વર્ષનો બાળક રિમોટનો સેલ ગળી ગયો!!!! - Sandesh
  • Home
  • Gujarat
  • OMG!! 6 વર્ષનો બાળક રિમોટનો સેલ ગળી ગયો!!!!

OMG!! 6 વર્ષનો બાળક રિમોટનો સેલ ગળી ગયો!!!!

 | 9:37 pm IST

સુરતના વેસુમાં ૬ વર્ષીય બાળક રમતા રમતા સીડી પ્લેયરના રિમોટનો સેલ ગળી જતા માતા તાત્કાલિક સારવાર માટે તેને નવી સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. સોનોગ્રાફીમાં સેલ હોજરીના મધ્ય ભાગમાં દેખાય છે. સામાજિક કામ માટે વતન અકોલા ગયેલા પિતાને પુત્રએ સેલ ગળી જવાના સમાચાર મળતા કામ અધૂરું મૂકીને સુરત દોડી આવ્યા હતા.

વેસુમાં ગૌતમબુદ્ધ નગર સોસાયટીમાં રહેતા અને મૂળ મહારાષ્ટ્રના અકોલાના વતની કાશીરામભાઇ ખરડેનો 6 વર્ષીય પુત્ર તનય મંગળવારે બપોરે પોતાના ઘરે સીડી પ્લેયરના રિમોટ સાથે રમતો હતો. અઠવાગેટ પાસે આવેલી મરાઠી માધ્યમની શાળામાં ધોરણ-1માં અભ્યાસ કરતો તનય રિમોટનો સેલ મોઢામાં નાખતા તેને ગળી ગયો હતો. રિમોટનો સેલ ગળી ગયેલા તનયને ઉબકા શરૃ થઇ ગયા હતા. તનયને ઉબકા શરૃ થતા તેણે માતા અવંતીકાબેનને જાણ કરી હતી. અવંતિકાબેન તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તનયના પેટમાંથી સેલને બહાર કાઢવા સારવાર શરૂ કરવામાં આવી હતી. તેના પેટની સોનોગ્રાફી કરતા પેટના મધ્ય ભાગમાં રિમોટનો સેલ દેખાયો હતો. સેલ પેટના મધ્યભાગમાં હોવાથી ડોક્ટરોએ તનયને જમવાની મનાઇ કરી હતી.

વ્યવસાયે શેરડીના રસનું કોલું ચલાવતા કાશીરામભાઇ સામાજિક કામ હોવાથી વતન અકોલા ગયા હતા. પુત્ર પેટમાં રિમોટ સેલ ગળી ગયો હોવાનો પત્નીએ ફોન કરતા કાશીરામભાઇ વતનમાં સામાજિક કામ અધૂરું મુકીને સુરત દોડી આવ્યા હતા.