NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS

બાળપણના ફેવરિટ હીરો સાથે રોમાન્સની તક!

 | 2:21 am IST

બેથી પાંચ વર્ષની ઉંમરે ફિલ્મના જે હીરોને જોઈને અંજાઈ જવાયું હોય એવા હીરો સાથે રોમાન્સ કરવાની તક મળે તો? આવી અનેક હીરોઈનો છે જેમણે બાળપણમાં એક હીરોને જોઈને ઠૂમકા લગાવ્યા હતા અને આજે એ હીરો સાથે ફિલ્મોમાં હીરોઈન તરીકે રોમાન્સ કરી ચૂકી છે. હજી કરી રહી છે. અત્યારે એ જે હીરો સાથે રોમાન્સ કરે છે એ ૧૯૯૧માં જ્યારે સિનેજગતમાં આવ્યો અને પહેલી ફિલ્મ કરી ત્યારે આ હીરોઈનો ક્યાં તો એક કે બે વર્ષની હતી અથવા પાંચ વર્ષની હતી.

આવી એક હીરોઈન છે, અસિન. અસિન ૧૯૯૧માં માત્ર પાંચ વર્ષની હતી. જોકે એ વખતે પણ તે આજના પોતાના હીરોને જોઈને ખુશ થઈ જતી હતી. પછીથી ખિલાડી ૭૮૬માં તેણે હીરોઈન તરીકે અક્ષયકુમાર સાથે રોમાન્સ કર્યો અને ઠૂમકા પણ લગાવ્યા છે.

શત્રુઘ્નસિંહાની પુત્રી સોનાક્ષી ૧૯૯૧માં માત્ર સાડા ત્રણ વર્ષની હતી. એ અક્ષયની ફિલ્મના ગીતો ઉપર ઠૂમકા લગાવતી હતી. પછીથી રાઉડી રાઠોડ ફિલ્મમાં એ જ હીરોની હીરોઈન બનીને રોમાન્સ કરવાનો થયો તો સોનાક્ષી ખૂબ ખુશ હતી. એ ફિલ્મ હિટ થઈ હતી અને પછી સોનાક્ષીને હાઉસફુલમાં ફરીથી એ જ હીરોની હીરોઈન તરીકે રોમાન્સ કરવા મળ્યો છે.

દક્ષિણની ફિલ્મોથી કારકિર્દી શરૂ કરીને હિન્દી સિનેજગતમાં આવેલી તમન્ના ભાટિયા ૧૯૯૧માં માત્ર એક જ વર્ષની હતી. એને હજી ફિલ્મ કે હીરોમાં ખબર પણ પડતી નહોતી. જોકે સમજણી થઈ ત્યારે એ પણ અક્ષયની ઘેલી બની હતી. તેને એન્ટરટેઈન્મેન્ટ ફિલ્મમાં એની જ હીરોઈન બનીને એની સાથે રોમાન્સ કરવાની તક મળી છે.

એમી જેક્સન તો ૧૯૯૧માં હજી જન્મી જ નહોતી, પરંતુ એ પણ સમજણી થયા પછી અક્ષયકુમારની દીવાની બની હતી. મારધાડ અને કોમેડી કરતાં પોતાના મનગમતા હીરોની હીરોઈન તરીકે તેને સિંઘ ઈઝ કિંગમાં રોમાન્સ કરવાની તક મળી ગઈ તો એના આનંદનો પાર નહોતો.

કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન ૧૯૯૧માં માત્ર પાંચ વર્ષની હતી. તેણે જોકે અક્ષયકુમાર સાથે રોમાન્સના કોઈ સપનાં જોયા નહોતા, પરંતુ ગબ્બર ઈઝ બેક ફિલ્મમાં હીરોઈન તરીકે અક્ષયકુમાર સાથે રોમાન્સ કરવા મળ્યો તો એને પણ ખિલાડીકુમાર સાથે રોમાન્સનો અભિનય કરવાની મોજ પડી ગઈ હતી.

શ્રીલંકાથી હિન્દી સિનેજગતમાં આવેલી હીરોઈન જેકલીન ફર્નાન્ડિઝ પણ શ્રુતિ હાસનની જેમ ૧૯૯૧માં માત્ર પાંચ વર્ષની હતી. તેણે પણ અક્ષયની ફિલ્મો જોઈને એની સાથે રોમાન્સના કોઈ સપનાં જોયા નહોતા, પરંતુ ભાગ્યજોગે એને બ્રધર્સમાં અક્ષયની હીરોઈન તરીકે એની સાથે રોમાન્સ કરવા મળી ગયો. એ ફિલ્મની સફળતા પછી હાઉસફુલ-થ્રીમાં પણ જેકલીન ફર્નાન્ડિઝે રક્ષય સાથે જોડી જમાવી હતી.

ઈલ્યાના ડીક્રુઝ ૧૯૯૧માં માત્ર ચાર વર્ષની જ હતી. તેણે અક્ષયની ફિલ્મો જોઈ હતી અને મારધાડ કરતા આ હીરોની તે દીવાની હતી. આજે વર્ષો પછી તેને રૂસ્તમ ફિલ્મમાં અક્ષયની હીરોઈન તરીકે એની સાથે રોમાન્સ કરવાની તક મળી ગઈ ખરી.

દમ લગા કે હઈસોમાં વજનદાર અભિનય કરીને વાહવાહી મેળવી ગયેલી હીરોઈન ભૂમિ પેડણેકર ૧૯૯૧માં માત્ર બે વર્ષની જ હતી. એને અક્ષયની ફિલ્મો જોવાની સમજણ પણ નહોતી. તે અત્યારે ટોઈલેટઃ એક પ્રેમકથા નામની ફિલ્મમાં અક્ષયની હીરોઈન બનીને તેની સાથે રોમાન્સ કરી રહી છે.

અત્યારે અક્ષય સાથે હીરોઈન તરીકે ચમકી હોય એવી હીરોઈનોમાં સૌથી મોટી નિમ્રતકોર છે. એર-લિફ્ટમાં અક્ષયની પત્ની તરીકે એની સાથે રોમાન્સ કરનાર નિમ્રતકોર ૧૯૯૧માં ૮ વર્ષની હતી અને અક્ષયની ફિલ્મો જોતી સમજતી હતી. થિયેટરમાં અક્ષયના ડાનસ સાથે પોતે પણ ડાન્સ કરતી હતી.