ચિલ્ડ્રન બેડરૂમ બનાવતા પહેલા રાખો આ 3 વાતોનું ખાસ ધ્યાન... - Sandesh
  • Home
  • Lifestyle
  • ચિલ્ડ્રન બેડરૂમ બનાવતા પહેલા રાખો આ 3 વાતોનું ખાસ ધ્યાન…

ચિલ્ડ્રન બેડરૂમ બનાવતા પહેલા રાખો આ 3 વાતોનું ખાસ ધ્યાન…

 | 3:43 pm IST

પેરન્ટ્સ પોતાનાં બાળકો તેમના અનોખા વિશ્વમાં રમી શકે, અભ્યાસ કરી શકે અને તેમની બુદ્ધિ પ્રતિભાને વધુ સારી રીતે ખીલવી શકે એવા કમ્ફર્ટ ઝોનમાં મૂકવા માગે એ સ્વાભાવિક છે, અને એટલે જ આજે બાળકો માટેના ખાસ બેડરૂમનો કન્સેપ્ટ વિકસ્યો છે. અલબત્ત, સંતાનોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરવામાં જો તેમના વિચારો જાણી શકાય તો કામ વધુ સરળ બને છે. જોકે આજે ઇન્ટીરિયર ડિઝાઇનરોની હેલ્પથી કામ વધુ આસાન બની રહ્યું છે. બાળકોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવા જેવા મુદ્દા.

સ્ટડી અને કમ્પ્યુટર ટેબલ જરૂરી
બાળકોના બેડરૂમની ડિઝાઇન તૈયાર કરતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખવી કે, તમારાં બાળકો એમાં સ્ટડી કરવાનાં છે એટલે કમ્પ્યુટર અને સ્ટડી ટેબલ હોવાં આવશ્યક છે. પલંગની ડિઝાઇન પણ આ વાતને ધ્યાનમાં રાખીને તૈયાર કરવી અનિવાર્ય છે.

જગ્યા પ્રમાણે બેડ
બેડરૂમની જગ્યાના આધારે રૂમ ડિઝાઇન કરવો જોઈએ. મોટા ભાગના પેરન્ટ્સ બે બાળકો હોય તો બન્નેને એક રૂમમાં સમાવી શકાય એ રીતે ડિઝાઇન માગે છે. બેડની નીચે બીજો એક બેડ બનાવીને રાતે સૂતી વખતે એને સરકાવીને બહાર કાઢી શકાય એવી ડિઝાઇન સામાન્ય છે. ઘણા લોકો ટ્રેનમાં હોય છે એવા ડબલ ડેકર બેડ બનાવે છે. અલબત્ત, ઘણી વાર બેડરૂમમાં બે સિંગલ બેડની જગ્યા પણ હોય છે.

બુક્સ અને ટૉય્ઝ માટે સ્ટોરેજ
બાળકોના રૂમમાં સૌથી મોટી સમસ્યા હોય તો એ સ્ટોરેજની છે. બુક્સ અને રમકડાં માટે ખાસ સ્ટોરેજની જગ્યા જરૂરી છે, જેથી રૂમમાં જ્યાં-ત્યાં ઢગલાં જોવા ન મળે. આમ બુક્સ, રમકડાં અને સી.ડી. સ્ટોર કરી શકાય એવા યુનિટ્સ બનાવવા જોઈએ જેનો ઉપયોગ સ્ટડી ટેબલ તરીકે પણ થઈ શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન