ઓસ્ટ્રેલિયામાં ભૂખ લાગવા પર બાળકો શું ખાય છે તે જાણીને ચોંકી જશો - Sandesh
NIFTY 10,615.40 +51.35  |  SENSEX 34,560.57 +144.99  |  USD 66.4150 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • ઓસ્ટ્રેલિયામાં ભૂખ લાગવા પર બાળકો શું ખાય છે તે જાણીને ચોંકી જશો

ઓસ્ટ્રેલિયામાં ભૂખ લાગવા પર બાળકો શું ખાય છે તે જાણીને ચોંકી જશો

 | 2:46 pm IST

ઓસ્ટ્રેલિયામાં ગરીબીના કારણે બાળકો સૌથી વધારે અસરગ્રસ્ત થઇ રહ્યા છે. પાછલા 12 મહિનામાં ઓસ્ટ્રેલિયાના બાળકોમાં 20 ટકાથી વધારે બાળકો ભૂખ્યા રહ્યાં હતા. પાછલા એક વર્ષમાં દરેક પાંચમાંથી એક ઓસ્ટ્રેલિયન બાળક ભુખ્યુ રહ્યું છે. હદ તો ત્યાં થાય છે કે તે બાળકો ભૂખને કારણે કાગળ ખાવા મજબૂર થઇ રહ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે પાછલા 12 મહિનામાં દરેક પાંચ બાળકોમાંથી એક ઓસ્ટ્રેલિયન બાળક ભુખ્યુ રહ્યુ છે.

ફુડ બેંકની રિપોર્ટ જણાવે છે કે, પાછલા વર્ષમાં પાંચમાંથી એક બાળકને કેટલીક પરિસ્થિતિઓમાં ભૂખ્યા રહેવું પડ્યુ હતુ. તેમાથી 18 ટકાને સપ્તાહમાં ઓછામાં ઓછી એક વખત નાસ્તો કર્યા વગર સ્કૂલે જવું પડ્યુ છે. આ રીતે જ 11 ટકાને સપ્તાહમાં ઓછામાં ઓછુ એક વખત રાત્રે જમ્યા વગર જ સૂવુ પડ્યુ છે. રિપોર્ટ પ્રમાણે લગભગ 9 ટકાને સપ્તાહમાં એક વખત આખો દિવસ ભુખ્યા રહેવું પડ્યુ છે. લગભગ 29 ટકા માતા-પિતા ઘણી વખત જમ્યા વગર જ સુઇ જાય છે, જેનાથી તેમના બાળકો જમી શકે.

ફુડ બેંક દ્વારા 1,000 માતા-પિતાના સર્વેક્ષણમાં જાણવા મળ્યુ કે 15 વર્ષથી ઓછી ઉંમરના ઓસ્ટ્રેલિયન બાળકોમાં 22 ટકા એવા પરિવારમાં રહે છે, જે પાછલા 12 મહિનામાં ઘણી વખત ખોરાકથી વંચિત રહ્યા છે.

જિલાંગ ફુડ રિલીફ સેન્ટરના મુખ્ય કાર્યકારી કોલિન પીબલ્સે જણાવ્યુ કે તાજેતરમાં જ અમારી પાસે ગુરુવારની બપોરે ફુડબેંકમાં એક સાત વર્ષની બાળકી આવી હતી, તેણે પાંચ દિવસોથી કંઇપણ ખાધુ ન હતુ.