બાળકોમાં મેદસ્વીતા વધવાનું કારણ ? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • બાળકોમાં મેદસ્વીતા વધવાનું કારણ ?

બાળકોમાં મેદસ્વીતા વધવાનું કારણ ?

 | 3:37 am IST

ડાયટ ટિપ્સ :- હિરલ ભટ્ટ

શરીર માટે સમતોલ અહાર લેવો જરૂરી છે. બાળકો હોય કે વડીલો કોઇપણ ઉંમરની વ્યકતિ ખોરાકની પોષ્ટિકતા કરતાં વધુ ધ્યાન તેના સ્વાદ પર આપે છે. આ જ કારણ છે કે ભારતમાં પણ અમેરિકાની જેમ નાના બાળકોમાં પણ મેદસ્વીતાની સમસ્યા વધી રહી છે. યોગ્ય પોષણનો અભાવ અને મેદસ્વીતાના કારણે ૨વર્ષથી ૩૦વર્ષના યુવાનોમાં પણ હવે મધુમેહ અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓના શિકાર બને છે.

જો તમે ઇચ્છો તો તમે મેદસ્વીતા અને તેની સાથે જોડાયેલી બીમારીઓથી દૂર રહી શકો છો, પણ તમારે તેના માટે આહારમાં યોગ્ય ફેરફર લાવવો જરૂરી છે.

સમતોલ આહાર શું છે ?

સમતોલ આહાર એટલે એવો ખોરાક જેમાં બધા જ જરૂરી વિટામિન, પ્રોટીન ,ફેટ્સ, ફયબર, ન્યૂટ્રીયન્ટ અને એનર્જી જરૂરી માત્રામાં મળે તેને સમતોલ આહાર કહેવાય છે. સમતોલ આહાર લેવા માટે તમે અનાજ, લીલા શાકભાજી, દાળ, ફ્ણગાવેલા કઠોળ, ફ્ળ, દૂધનો સમાવેશ કરી શકો છો. બાળકોને જંક ફૂડથી દૂર રાખવા માટે ઘરમાં પૌષ્ટિક આહાર બનાવવો જોઇએ.

બાળકોને રંગબેરંગી ભોજન લેવામાં વધુ આનંદ આવતો હોય છે. ગાજર, ટામેટાં, કેપ્સીકમ, કોબીજ, પાલક, બીટ અને બ્રોકોલી જેવા રંગીન શાકભાજીનો પ્રયોગ કરી શકો છો.

  • ઘણી ચાઇનીઝ રેસિપી જેવી કે ચાઉમીન મંચુરીયન કે મેક્રોની બહારથી લાવવાને બદલે તે શાકભાજીઓનો પ્રયોગ કરી ઘરે પણ બનાવી શકો છો. મેંદાની બદલે ઘઉંના લોટનો ઉપયોગ કરી શકો છો, તથા ઘઉંના નુડલ્સ પણ બનાવી શકો છો.
  • પોષ્ટિક તેલમાં બટાકાની ચિપ્સ, ફ્રેન્ચ ફ્રાઇઝ બનાવી શકો છો. બજારમાં મળતી ચિપ્સની સરખામણીમાં આ પૌષ્ટિક છે.
  • ઇડલી ઢોંસામાં પાલક બીટની પ્યુરીનો ઉપયોગ કરી રંગીન ઇડલી બનાવી શકો છો.
  • ઘણા બાળકો રીંગણ ટામેટાં દૂધી જેવા શાકભાજી નથી લેતા. આ બધા શાકને બીજા શાક સાથે બાફી પાઉંભાજી બનાવી શકાય છે. આવી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પાઉંભાજી તમારા બાળકને જરૂર પસંદ આવશે.

મધ

તમે ખોરાકમાં ખાંડની અવેજીમાં મધનો ઉપયોગ કરી શકો છો. મધમાં ખાંડના પ્રમાણમાં ઓછી કેલરી હોય છે. બાળકોને સવારમાં નાસ્તો જરૂરથી આપવો જોઇએ. જેમાં તેમને પ્રોટીનયુકત ફ્ણગાવેલા કઠોળ પણ આપી શકો છો.

બજારમાં મળતા ઠંડાપીણાંને બદલે લીંબુ શરબત જલજીરા અથવા મિલ્ક શેક બનાવીને આપો.

સમતોલ આહાર લેવાની સાથે આપને એ પણ જાણવું જરૂરી છે કે આપણે એક દિવસમાં કેટલી કેલરીની આવશ્યકતા હોય છે અને આપણે આપણા આહારથી કેટલી કેલરી લઇ રહ્યા છીએ.

એક સામાન્ય કામ કરતી વ્યકિત એ એક દિવસના આહારમાંથી લગભગ કેલરી મેળવવી જોઇએ ? અને જો કોઇ વ્યકિત પોતાની જરૂરતથી વધારે કેલરીયુકત આહાર લે છે, તો બદલામાં ઓછી કેલરી વાપરે તો બચેલી કેલરીનું ફેટમાં રૂપાંતર થઇને વ્યકિતનું વજન વધારે છે. તેમજ હૃદયરોગ અને મધુમેહ જેવી બીમારીઓ લાગુ પાડે છે.

કઇ વ્યકિતને કેટલી કેલરીની આવશ્યકતા હોય છે તે નીચે મુજબ છે.

વર્ષ કેલેરી ની આવશ્યકતા  

૨થી ૮ વર્ષના બાળક ૧૦૦૦ થી ૧૪૦૦

૧૪ થી ૩૦ વર્ષ કામ કરતી સ્ત્રી ૨૪૦૦

૧૪ થી ૩૦ વર્ષ કામ ન કરતી સ્ત્રી ૧૮૦૦ થી ૨૦૦૦

૧૪ થી ૩૦ વર્ષ કામ કરતા પુરુષ ૨૮૦૦ થી ૩૦૦૦

૧૪ થી ૩૦ વર્ષ કામ ન કરતા પુરુષ ૨૦૦૦ થી ૨૬૦૦

૩૦ વર્ષ થી ઉપર કામ કરતા મહિલા પુરુષ ૨૨૦૦ થી ૩૦૦૦

૩૦ વર્ષથી ઉપર કામ ન કરતા મહિલા પુરુષ ૧૮૦૦ થી ૨૨૦૦

સૌજન્યઃ- અમેરિકન ડાયટ એસો.

આ ઉપરથી ખ્યાલ આવે છે કે એક દિવસમાં તમે તમારા આહારમાં કેટલી કેલરી લઇ રહ્યા છો કે તમારે કેટલી કેલરી લેવી જોઇએ.

[email protected]