તમારા બાળક પણ છે 14 વર્ષથી નાની વયના? તો આ સમયે ન છોડો તેમને એકલાં - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • તમારા બાળક પણ છે 14 વર્ષથી નાની વયના? તો આ સમયે ન છોડો તેમને એકલાં

તમારા બાળક પણ છે 14 વર્ષથી નાની વયના? તો આ સમયે ન છોડો તેમને એકલાં

 | 11:10 am IST

બાળકો જ્યાં સુધી 14 વર્ષની ઉંમરના ન થાય ત્યાં સુધી તેમને એકલા રસ્તો ઓળંગવા દેવો એ તેમના માટે સુરક્ષિત નથી, એમ વૈજ્ઞાનિકો જણાવે છે. 14 વર્ષની વય પહેલાં તેમના વિઝયુઅલ જજમેન્ટ અને મોટર કૌશ્લ્યો સંપૂર્ણ રીતે વિકસિત હોતા નથી જેથી તેમને રસ્તો ઓળંગવામાં જોખમમાં મૂકે છે, એમ એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે.

વર્ચ્યુઅલ ટ્રાફિક પરના એક અભ્યાસમાં જણાયું છે કે 6 વર્ષની વયનાં બાળકોમાં અકસ્માતનું પ્રમાણ 8 ટકા જેટલું ઊંચું જઈ શકે છે. અભ્યાસમાં 12 વર્ષની વયના બાળકોમાં પણ ટ્રાફિકમાં ગેપનું જજમેન્ટ ન લઈ શકવાના કારણે અકસ્માતનું પ્રમાણ બે ટકા જેટલું જોવા મળ્યું હતું. આયોવા યુનિવર્સિટીના પ્રોફેસર જોડિ પ્લુમર્ટ કહે છે કે, કેટલાક લોકોને લાગે છે કે રસ્તો ઓળંગવાની બાબતમાં નાના બાળકો મોટેરાની જેમ જ વર્તે છે, પણ અમારો અભ્યાસ કહે છે કે આ હંમેશા સાચું નથી હોતું.

પુખ્તો માટે પગપાળા રસ્તો ઓળંગવાનું સરળ હોય છે કારણ કે તેઓ વાહનોની સંખ્યા અને અંતરના આધારે વાહન સાથે અથડાયા વિના કેટલા સમયમાં રસ્તાની સામે પાર જઈ શકશે તેની ગણતરી કરી શકે છે. પરંતું અમારું સંશોધન જણાવે છે કે વાસ્તવિક ટ્રાફિકમાં આ બાબત ૬થી ૧૪ વર્ષની વયના બાળકો માટે વ્યસ્ત ટ્રાફિકમાં એક લેન પરથી બીજા લેન પર રસ્તો ઓળંગવો સરળ નથી. પ્રો. પ્લુમર્ટ જણાવે છે કે બાળકોને રસ્તો ઓળંગાવતી વખતે માતા-પિતાએ વધારે કાળજી લેવાની જરૂર છે કારણ કે બાળકો ટ્રાફિક વચ્ચેના મોટા ગેપનું જજમેન્ટ વ્યવસ્થિત લઈ શકતા નથી. ટ્રાફિકવાળા રસ્તા પર ચાલવા માટે બાળકોમાં પુખ્તોમાં હોય છે તેવું મોટર સ્કિલ પણ વિકસિત હોતું નથી. બાળકો જ્યારે રસ્તો ઓળંગતા હોય છે ત્યારે જજમેન્ટ માટેના શ્રેષ્ઠ સમય કરતા કુતૂહલ કે ઉત્સુકતાને વધારે પ્રાધાન્ય આપે છે.

પરિપકવતાના અભાવને કારણે બાળકો રાહ પર રાહ જોયા વિના જલદી રસ્તો ઓળંગવાનું દબાણ રહે છે, અને આ વસ્તુ જ તેમને અકસ્માતના જોખમમાં મૂકે છે, એમ પ્લુમર્ટ જણાવે છે. 15 વર્ષથી નીચેની વયના લગભગ 15 પગપાળા રાહદારીઓ દર વર્ષે અકસ્માતને કારણે મોતને ભેટે છે. અમેરિકાના નેશનલ સેન્ટર ફોર સ્ટેટિસ્ટિક્સ એન્ડ એનાલિસિસમાં વર્ષ 2014માં 14 વર્ષની વયના રાહદારીઓનાં અકસ્માતોમાં 207 જીવલેણ અને 8,000થી વધારે ઈજાના કેસો નોંધાયા હતા.