kids physically-mentally tortured, arrested by house Father Children Home Jamnagar
  • Home
  • Gujarat
  • ચિલ્ડ્રન હોમના બાળકો ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા વિકૃત હાઉસ ફાધરની ધરપકડ

ચિલ્ડ્રન હોમના બાળકો ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતા વિકૃત હાઉસ ફાધરની ધરપકડ

 | 10:41 pm IST

જામનગરના ચિલ્ડ્રન હોમમાં રહેતા બાળકો ઉપર છેલ્લા એક અઠવાડિયાથી હાઉસ ફાધર દ્વારા શારીરિક-માનસિક ત્રાસ ગુજારવામાં આવતો હતો અને ઈલેક્ટ્રીક કરંટ આપવાની ધમકી આપવામાં આવતી હતી. આ શૈતાની કૃત્ય કરનારા હાઉસ ફાધર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

જામનગર શહેરમાં રણજીતસાગર રોડ ઉપરના ચિલ્ડ્રન હોમમાં 48 બાળકો રાખવામાં આવ્યા છે. એસડીએમ, મામલતદાર અને ડીવાયએસપીની એક ટીમે સરપ્રાઈઝ વિઝિટ કરતા અહિંના હાઉસ ફાધર તરીકે ફરજ બજાવતા સુમીત બાબુભાઈ દાવડા છેલ્લા એક અઠવાડિયાથી ચિલ્ડ્રન હોમના બાળકો ઉપર શારીરિક-માનસિક ત્રાસ ગુજારતો હોવાની ફરિયાદ મળી હતી.આરોપી એવા ચિલ્ડ્રન હોમના હાઉસ ફાધર સુમીત બાબુભાઈ દાવડા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

વિકૃત મગજના આ હાઉસ ફાધર ગમે ત્યારે બાળકોને ફડાકા ઝીંકી દેતો હતો અને કોમ્પ્યુટર ડેટા કેબલ વડે કરંટ આપવાનો ભય બતાવતો હતો. તો ક્યારેક ક્રિકેટ સ્ટમ્પથી પણ ફટકારતો હતો. એવું તપાસ ટીમે આ હોમમાં રહેતા બાળકોએ બંધ બારણે જણાવ્યું હતું. આ બાબતે સ્ટાફ દ્વારા તેને આવું હિન કૃત્ય નહીં કરવા સમજાવાયું હતું. પરંતુ સુમીત ઉપર સમજણની કોઈ અસર જોવા મળતી નહતી. આખરે આખો મામલો તપાસ ટીમ સમક્ષ આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.