chimpanzee washes clothes just like humans do video gone viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ના હોય! માણસોની જેમ ચિમ્પાન્ઝીએ પણ ધોયા ખાસ રીતે કપડાં, જુઓ Video

ના હોય! માણસોની જેમ ચિમ્પાન્ઝીએ પણ ધોયા ખાસ રીતે કપડાં, જુઓ Video

 | 10:01 pm IST
  • Share

  • ચિમ્પાન્ઝીનો વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
  • ચિમ્પાન્ઝીએ માણસની જેમ જ ધોઈ નાંખી ટી શર્ટ
  • જોઈ લો વીડિયોમાં ચિમ્પાન્ઝીનો ખાસ અંદાજ

 

મનુષ્ય અને પ્રાણીમાં બુદ્ધિ અને વિવેકની સાથે સમજવાની અને વિચારવાની શક્તિમાં અંતર હોય છે.પણ શું તમે જાણો છો તે જેમના ડીએનએનું 98.8 ટકા ભાગ માણસો સાથે મળે છે તેવા ચિમ્પાન્ઝી સરળતાથી માણસોની નકલ કરી શકે છે. હાલમાં જ ચિમ્પાન્ઝીનો એક ખાસ વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેને પસંદ પણ કરી રહ્યા છે. 

 

View this post on Instagram

 

A post shared by Sachin Sharma (@helicopter_yatra_)

વીડિયોમાં ચિમ્પાન્ઝીનું કામ જોઈને લોકો મૂકાયા અચરજમાં

વાયરલ થઈ રહેલી ક્લિપમાં ચિમ્પાન્ઝીને માણસોની જેમ પાણીની પાસે બેસીને આરામથી કપડા ધોતા જોવા મળી રહ્યો છે. લોકો આ ક્લિપ જોઈને આનંદ લઈ રહ્યા છે. ચિમ્પાન્ઝીના કપડાં ધોતો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર સચિન શર્મા નામના વ્યક્તિએ શેર કર્યો છે. લોકો ચિમ્પાન્ઝીની સમજદારીને લઈને હેરાન જોવા મળ્યા છે. તો તમે પણ વીડિયોમાં જુઓ ચિમ્પાન્ઝીનો ખાસ અંદાજ.

ચિમ્પાન્ઝી જાણે છે કપડા ધોવાની રીત

વાયરલ થઈ રહેલા કેટલીક સેકન્ડની ક્લિપમાં ચિમ્પાન્ઝીની સમજદારી અને કુશળતા જોઈને તમે પણ નવાઈ પામી જશો. તે એટલા પરફેક્શનની સાથે કપડા ધોઈ રહ્યો છે કે જોનારાને લાગે નહીં કે તે એક પ્રાણી છે. ચિમ્પાન્ઝી પીળા રંગની ટી શર્ટને સાફ કરી રહ્યો છે. પાણીની પાસે બેસીને પહેલા તે શર્ટને ભીની કરે છે અને પછી તેની પર કપડા ધોવાનો સાબુ ઘસે છે. એટલું જ નહીં તે હાથથી કપડાંને મસળીને પણ સાફ કરી રહ્યો છે.

શીખવા સમજવાની ક્ષમતા કમાલની

જે રીતે ચિમ્પાન્ઝી કપડા ધોઈ રહ્યો છે તેને જોઈને કહી શકાય છે કે જરૂર આ કળા તેણે માણસ પાસેથી શીખી છે. ચિમ્પાન્ઝીની રીત અને લૂકથી લઈને કપડા ધોવાની રીત ખાસ છે. લોકો ચિમ્પાન્ઝીની બુદ્ધિને સલામ કરી રહ્યા છે. આમ પણ ચિમ્પાન્ઝીને માણસની જેમ કામ કરવા અને ભાવનાઓને જાહેર કરતા આવડે છે. થોડા સમય પહેલા એક ચિમ્પાન્ઝી અને મહિલાના ભાવનાત્મક એટેચમેન્ટની સ્ટોરી પણ વાયરલ થઈ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો