China Adopts Mao Style Social Control On Own Citizens
  • Home
  • Featured
  • OMG! કોરોના વાયરસનાં ખૌફનાં કારણે ચીને ખત્મ કરી પોતાની અડધી અડધ વસ્તીની ‘આઝાદી’

OMG! કોરોના વાયરસનાં ખૌફનાં કારણે ચીને ખત્મ કરી પોતાની અડધી અડધ વસ્તીની ‘આઝાદી’

 | 10:37 pm IST

ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યા 1600થી વધારે થઈ ચુકી છે. આ ઉપરાંત આ ઘાતક વાયરસે લગભગ 70 હજાર લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. વાયરસનાં કહેરનાં કારણે ચીનની અર્થવ્યવસ્થા પણ હાંફવા લાગી છે, કેમકે ડર એટલો છે કે ફેક્ટરીઓ, બિઝનેસ અને અન્ય આર્થિક ગતિવિધિઓ એક રીતે ઠપ્પવ થઈ ચુકી છે. વાયરસને પહોંચી વળવા માટે ચીને લોકો પર અમાનવીયતાની હદ સુધીનો જડબેસલાક પહેરો લગાવ્યો છે. જો માઓત્સે તુંગનાં જમાનામાં લોકો પર કસવામાં આવેલા ગાળીયાની યાદ અપાવે છે.

માઓએ 50-60નાં દશકમાં લોકો પર અત્યાચાર કર્યા હતા

ન્યૂયૉર્ક ટાઇમ્સનાં એક રિપોર્ટ પ્રમાણે ચીને ગામો અને શહેરોમાં લોકો પર નજર રાખવા માટે લાખો વોલિયન્ટર્સ અને કોમ્યૂનિસ્ટ પાર્ટીનાં કાર્યકર્તાઓની ફોજ ઉતારી દીધી છે. લોકોને ઘણા જ નજીકનાં સંબંધીઓ સિવાય કોઇને પણ મળવાની પરવાનગી નથી. માઓએ પણ 50-60નાં દશકમાં ચીનની અર્થવ્યવસ્થાને ઉછાળવાનાં નામ પર ‘ગ્રેટ લીપ ફોરવર્ડ’ પોલીસી લાગુ કરતા સમયે લોકો પર અત્યાચાર કર્યા હતા. માઓએ પોતાની નીતિ અંતર્ગત લોકોનાં સામાજિક જીવનની સાથે સાથે સૂચનાઓ પર નિયંત્રણ કરી રાખ્યું હતુ.

ચીનનાં લાખો વોલિયન્ટર્સ દ્વારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે

ચીન આમ પણ હાઈટેક ઉપકરણો દ્વારા પોતાના નાગરિકો ઉપર નજર રાખવા માટે કુખ્યાત છે. આવા સમયે જ્યારે વાયરસ પોતાનો કહેર વરસાવી રહ્યો છે, ચીનનાં લાખો વોલિયન્ટર્સ દ્વારા લોકો પર નજર રાખવામાં આવી રહી છે. વોલિયન્ટર્સ લોકોનાં શરીરનાં તાપમાનથી લઇને તેમના આવવા-જવાનો સમય પર નોંધી રહ્યા છે. તેઓ આઇસોલેશન માટે બનાવવામાં આવેલી જગ્યાઓ પર પણ સારી વ્યવસ્થા રાખી રહ્યા છે. આ વોલિયન્ટર્સ બહારનાં લોકોને પણ સંબંધિત જગ્યાઓથી દૂર રાખી રહ્યા છે જેથી વાયરસ ના ફેલાય.

76 કરોડ લોકો પર સરકારે સખ્ત પહેરો લગાવી રાખ્યો છે

રિપોર્ટ્સ પ્રમાણે ચીનમાં ઓછામાં ઓછા 76 કરોડ લોકો પર સરકારે સખ્ત પહેરો લગાવી રાખ્યો છે. આ સંખ્યા ચીનની અડધી વસ્તી કરતા પણ વધારે છે. આમાંથી તમામ લોકો વાયરસથી સૌથી વધારે પ્રભાવિત વુહાન શહેરથી ઘણા વધારે દૂરનાં છે. કેટલાક શહેરોનાં હાઉસિંગ કોમ્પલેક્સોએ પોતાના ત્યાં લોકોને એક પ્રકારનો પાસ જાહેર કર્યો છે, જેનાથી તેમના ઘરે આવવા-જવા પર નિયંત્રણ રાખી શકાય. જો કોઈ વ્યક્તિ શહેરનાં બહારથી આવી રહ્યો છે તો તેને તેના જ એપાર્ટમેન્ટમાં જવા દેવામાં આવતો નથી.

ટ્રેનોમાં બૂકિંગ માટે લોકોએ પોતાના લોકેશનને મોકલવું અનિવાર્ય

લોકો પર એ રીતે નજર રાખવામાં આવી રહી છે જાણે તેઓ જેલમાં હોય. આનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે જો કોઈને કોઈ બીમારી થઈ ગઈ તો તેને હૉસ્પિટલ સુધી લઇ જવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. જો કે નાગરિકોનો એક મોટો ભાગ આ પ્રતિબંધોનું સમર્થન કરી રહ્યો છે જેથી કોરોનાનાં કહેરને રોકી શકાય. ટ્રેનોમાં બૂકિંગ માટે લોકોએ પોતાના લોકેશનને મોકલવું અનિવાર્ય છે. જો તેઓ રિસ્કવાળા વિસ્તારમાં છે તો તેમની ટિકિટ બૂક કરવામાં આવતી નથી.

આ વિડીયો પણ જુઓ: સુરતમાં પ્રદૂષણના પાપીઓ બેફામ બન્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન