China Again Gave Threat To India After Rajnath's Visit To Arunachal
  • Home
  • Featured
  • ચીને ફરી આપી ભારતને ખુલ્લી ધમકી, અરૂણાચલ પ્રદેશની મુલાકાતે રાજનાથ ગયા તો ચિડાયું

ચીને ફરી આપી ભારતને ખુલ્લી ધમકી, અરૂણાચલ પ્રદેશની મુલાકાતે રાજનાથ ગયા તો ચિડાયું

 | 1:31 pm IST

રક્ષામંત્રી રાજનાથ સિંહનાં અરૂણાચલ પ્રદેશનાં પ્રવાસને લઇને ચીન ખીજાઈ ગયું છે. ચીને રાજનાથ સિંહનાં અરૂણાચલ પ્રદેશ પ્રવાસને લઇને આપત્તિ વ્યક્ત કરી અને કહ્યું કે તેણે તથાકથિત ભારતનાં પૂર્વોત્તર રાજ્યને માન્યતા જ નથી આપી. ચીન દાવો કરે છે કે અરૂણાચલ પ્રદેશ તેના દક્ષિણ તિબ્બત પ્રદેશનો ભાગ છે. રાજનાથ સિંહ 14 અને 15 નવેમ્બરનાં અરૂણાચલ પ્રદેશનાં પ્રવાસ પર હતા. અહીં રક્ષા મંત્રી ‘મૈત્રી દિવસ’ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગયા હતા. ચીનથી જોડાયેલાં સરહદી વિસ્તારોમાં વસેલા લોકોની સાથે મૈત્રીપૂર્ણ સંબંધ જાળવી રાખવા માટે ભારત સરકારનાં પ્રતિનિધિઓ આ વિસ્તારોમાં આવતા રહે છે.

ચીન અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબ્બતનો ભાગ ગણાવે છે

રાજનાથ સિંહનાં પ્રવાસ પર ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા ગેંગ શુઆંગે કહ્યું છે કે, “ચીનની સરકારે તથાકથિત અરૂણાચલ પ્રદેશને ક્યારેય સ્વીકાર્યો નથી. અમે એ વિસ્તારમાં ભારતનાં અધિકારીઓ અને નેતાઓની ગતિવિધિઓની નિંદા કરીએ છીએ.” ઉલ્લેખનીય છે કે ચીન પોતાની વિસ્તારવાદી નીતિ અંતર્ગત અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબ્બતનો ભાગ ગણાવે છે અને અહીં ભારતની ઉપસ્થિતિનો વિરોધ કરે છે. ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તાએ કહ્યું છે કે, “અમે ભારતીય પક્ષને અપીલ કરીએ છીએ કે તે ચીની હિતો અને ચિંતાઓનું ધ્યાન રાખે અને કોઈ પણ એવું પગલું ના ભરે જેનાથી બૉર્ડર પર ચીજો ઘાયલ થાય. ભારત ત્યાં શાંતિ સ્થાપિત કરવા માટે વાસ્તવિક પગલા ઉઠાવે.”

ભારત-ચીન વચ્ચે 3488 કિલોમીટર લાંબી સરહદ છે

ભારત અને ચીનની વચ્ચે 3488 કિલોમીટર લાંબી સરહદ છે. આ સરહદ વાસ્તવિક નિયંત્રણ રેખા (લાઇન ઑફ એક્ચ્યુલ કંટ્રોલ)નાં નામથી જાણતી છે. અહીં ભારતનાં નેતાઓ, સેના અને ઑફિસરોની હાજરીનો ચીને હંમેશા વિરોધ કરતુ આવ્યું છે. ભારતે હંમેશાથી કહ્યું છે કે અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન ભાગ છે. ભારતનાં નેતા ત્યાંનો પ્રવાસ એ જ રીતે કરે છે જે રીતે દેશનાં અન્ય ભાગનો.

સરકાર નૉર્થ-ઈસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કૉરિડોર વિકસિત કરી રહી છે

રક્ષામંત્રીએ ચીનથી અડીને આવેલા સરહદી શહેર તવાંગમાં એક કાર્યક્રમમાં કહ્યું હતુ કે, “અહીં રહેનારા લોકો રણનીતિ તરીકે દેશ માટે સૌથી ખાસ છે.” રાજનાથ સિંહે કહ્યું કે, “આ લોકો ફક્ત ભારતનાં નાગરિક નથી, પરંતુ ભારતની રણનૈતિક સંપત્તિ છે.” રાજનાથ સિંહે કહ્યું હતુ કે, “પ્રધાનમંત્રી મોદીએ જે ન્યૂ ઇન્ડિયાનું સપનું જોયું છે, તેનો રસ્તો ન્યૂ નૉર્થ ઈસ્ટ તરફથી જાય છે. ભારત સરકાર દક્ષિણ પૂર્વ એશિયાથી વેપાર માટે અરૂણાચલ પ્રદેશને એક મહત્વનાં કેન્દ્ર તરીકે વિકસિત કરી રહી છે. આ માટે સરકાર નૉર્થ-ઈસ્ટ ઈન્ડસ્ટ્રિયલ કૉરિડોર વિકસિત કરી રહી છે.”

આ વિડીયો પણ જુઓ: અમેરિકાના ડેનમાર્કમાં બે ગુજરાતીની કરાઈ હત્યાના CCTV ફૂટેજ આવ્યા સામે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન