China Again Rised Raised Kashmir Issue In UNSC
  • Home
  • Featured
  • મિત્ર પાકિસ્તાન માટે ચીને ફરી દેખાડ્યો પોતાનો અસલી રંગ, UNSCમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો

મિત્ર પાકિસ્તાન માટે ચીને ફરી દેખાડ્યો પોતાનો અસલી રંગ, UNSCમાં ઉઠાવ્યો કાશ્મીર મુદ્દો

 | 7:42 pm IST

કાશ્મીર મુદ્દા પર ગત મહિને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ‘બંધ બારણે બેઠક’નાં પ્રયત્ન અસફળ રહ્યા બાદ ચીને બુધવારનાં આ માટે એકવાર ફરી પહેલ કરી છે. જો કે તેના ઇરાદા અસફળ થતા જોવા મળી રહ્યા છે, કેમકે સુરક્ષા પરિષદનાં બાકી સભ્ય આનો વિરોધ કરી શકે છે.

ગત વર્ષે પણ ચીનની પહેલ પર કાશ્મીર મુદ્દા પર સુરક્ષા પરિષદની ‘બંધ બારણે બેઠક’ થઈ હતી, જેમાં તે એકલું-અટુલું પડી ગયું હતુ. ‘બંધ બારણે બેઠક’ સંપૂર્ણ રીતે અનૌપચારિક હોય છે, જેનો કોઈ રેકૉર્ડ પણ જાળવતુ નથી. ફ્રાન્સનાં રાજદ્વારી સૂત્રોએ જણાવ્યું કે, ફ્રાન્સને યૂએનએસસીનાં એક સભ્ય તરફથી એકવાર ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવવાનો અનુરોધ મળ્યો છે અને ગત વખતની માફક આ વખતે પણ તે આનો વિરોધ કરશે.

ઉલ્લેખનીય છે કે યૂએનએસસીએ એક આફ્રિકન દેશ સાથે જોડાયેલા મુદ્દા પર ચર્ચા માટે બંધ બારણે બેઠક બોલાવી છે. ત્યારબાદ ચીન ‘અન્ય વિષય’નાં એજન્ડા તરીકે કાશ્મીર મુદ્દા પર પણ ચર્ચા માટે વિનંતી કરી છે. સૂત્રોએ જણાવ્યું કે ફ્રાન્સનાં વલણમાં કોઈ બદલાવ આવ્યો નથી અને તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ છે – કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય વાતચીતથી હલ થવો જોઇએ.

સૂત્રોએ આગળ જણાવ્યું કે ફ્રાન્સ તમામ અવસરો પર પોતાના આ વલણને સ્પષ્ટ કરી ચુક્યું છે અને તે સુરક્ષા પરિષદમાં પણ આ વલણનું વારંવાર પુનરાવર્તન કરશે. ગત મહિને પણ ફ્રાન્સ, અમેરિકા, બ્રિટેન અને રશિયાએ સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દા પર ચર્ચા માટે ‘બંધ બારણે બેઠક’ કરી, ચીનનાં પ્રયત્નોને અસફળ કર્યા હતા. ચીન જમ્મુ-કાશ્મીરનાં પુન:ગઠનનો વિરોધ કરી રહ્યું છે.

આ વિડીયો પણ જુઓ: જનરલ મનોજ મુકુંદ નરવણેની પીઓકે પર મોટી ટીપ્પણી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન