China Alert To India For Donald Trump Visit India
  • Home
  • Featured
  • ટ્રમ્પની મુલાકાતને લઇ ચીને ભારતને આપી જબરદસ્ત મોટી ચેતવણી

ટ્રમ્પની મુલાકાતને લઇ ચીને ભારતને આપી જબરદસ્ત મોટી ચેતવણી

 | 2:09 pm IST

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પહેલી વખત ભારતના પ્રવાસે આવી ગયા છે, એવામાં દેશમાંથી લઇ વિદેશ સુધી તેની ચર્ચા થઇ રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઇ ચીનના મીડિયામાં પણ કવરેજ કરાઇ રહ્યું છે. આપને જણાવી દઇએ કે ટ્રમ્પ પૂર્વ એશિયન દેશો ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને દક્ષિણપૂર્વ એશિયન દેશોમાં સિંગાપુર, ફિલિપાઇન્સ અને વિયેતનામની મુલાકાત કરી ચૂકયા છે પરંતુ તેઓ અત્યા સુધી ભારત આવી શકયા નહોતા.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ટ્રમ્પે ભારતની મુલાકાત કરી નહોતી જ્યારે ભારતીય પીએમ નરેન્દ્ર મોદી અમેરિકાનો બે વખત પ્રવાસ કરી ચૂકયા છે. એવામાં ભારતને અસંતુલન મહેસૂસ થતું હશે. ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે મોદી સરકારે ટ્રમ્પના પ્રવાસને લઇ ચેતવણી પણ આપી છે. એક સંપાદકીય લેખમાં છાપ્યું છે જેનું મથાળું છે ‘ટ્રમ્પની ચાલથી મોદીએ પોતાની રણનીતિક સ્વતંત્રતા બચાવી પડશે.’

અખબારે લખ્યું કે પોતાના પૂર્વવર્તીઓથી અલગ ટ્રમ્પે ખૂબ જ ઓછા વિદેશી પ્રવાસ કર્યા છે. ટ્રમ્પને આ વિચારધારામાં કોઇ દિલચસ્પી નથી જેનાથી અમેરિકાને દુનિયાના સૌથી મોટા લોકતંત્રની ઓળખ મળી છે. તેનો મતલબ સ્પષ્ટ છે કે જો તેઓ કોઇ દેશની મુલાકાત પોતાના ફાયદા માટે જ કરે છે. અખબારે ટ્રમ્પના પ્રવાસના તમામ હેતુઓ ગણાવ્યા છે.

એક તો ભારતને હથિયાર વેચવાનો ટ્રમ્પ પ્રશાસનનો ખાસ હેતુ છે. અમેરિકન અર્થતંત્ર અને રોજગારીની સ્થિતિ સુધારવા માટે ટ્રમ્પ પ્રશાસને બીજા દેશોને હથિયારો વેચવા ખૂબ જ આવશ્યક છે. ટ્રમ્પે 2017ની સાઉદી અરબ યાત્રામાં 110 અબજ ડોલરની આર્મ્સ ડીલ કરી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારત હથિયારોનું એક સારા બજાર તરીકે ઉભરીને આવ્યું છે અને તેમાં ભવિષ્યમાં આયાતની ભરપૂર સંભાવનાઓ છે. ભારતના હથિયાર બજારમાં પહોંચ બનાવા માટે ટ્રમ્પ પ્રશાસને ભારતની વિરૂદ્ધ રશિયાથી હથિયાર ખરીદવાને લઇ પ્રતિબંધ પણ મૂકયો હતો.

ચીની મીડિયાએ ભારતીય મીડિયા રિપોર્ટ્સના હવાલાથી લખતા કહ્યું કે નવી દિલ્હીએ ટ્રમ્પના પ્રવાસ પહેલાં વોશિંગ્ટનની સાથે 3.5 અબજ ડોલરની ડીલ ફાઇનલ કરી છે. ભારતે ટ્રમ્પ માટે આ મોટી ગિફ્ટ તૈયાર કરીને રાખી છે. પરંતુ દૂરગામી અને મોદી ‘મેક ઇન ઇન્ડિયા’ની રણનીતિને જોતા ભારત અમેરિકાની સાથે ત્યારે સહયોગ કરવા માટે તૈયાર થશે જ્યારે અમેરિકા ભારતને સંયુકતપણે હથિયાર ઉત્પાદનનો પ્રસ્તાવ આપે છે.

લેખમાં કહ્યું છે કે ટ્રમ્પના પ્રવાસનો બીજો મુખ્ય હેતુ વેપાર છે. જ્યારથી ટ્રમ્પ સત્તામાં આવ્યા છે તેમણે તમામ વ્યાપારિક સહયોગીઓની સાથે ટ્રેડ વોર શરૂ કરી દીધો છે. ભારત પણ તેમના નિશાન પર છે. ટ્રમ્પે માત્ર ભારતને જ નહીં દુનિયાનો સૌથી વધુ ટેક્સ લગાવનાર દેશ ગણાવ્યો છે પરંતુ ભારતમાં આઉટસોર્સિંગના લાધી અમેરિકનોની નોકરી જવાની ફરિયાદ પણ કરી. ટ્રમ્પ ભારતને ઇન્ડો-પેસિફિક રણનીતિથી આકર્ષવાની કોશિષ કરશે. અમેરિકાના ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને અમેરિકાના પશ્ચિમી દરિયા તટથી ભારતના પશ્ચિમી દરિયાઇ તટના ક્ષેત્રથી પરિભાષિત કરે છે.

અખબારે લખ્યું છે ટ્રમ્પ અને મોદીની આ મુલાકાતનો એક એજન્ડા ઇરાન પણ હશે. અમેરિકા અને ઇરાનની વચ્ચે બનતી યુદ્ધની સ્થિતિમાં ટ્રમ્પને તહેરાનની વિરૂદ્ધ પ્રતિબંધ લાગૂ કરવામાં ભારતની જરૂર છે. ભારતને આશા છે કે અમેરિકા તેને ઇરાનથી તેલ આયાત કરવાની છૂટ આપશે.

ગ્લોબલ ટાઇમ્સના મતે આ સિવાય બેઇજિંગના તોડમાં ભારતને સાથે લાવવાની વોશિંગ્ટનની કવાયદ જ્યોર્જ બુશના પ્રશાસનથી ચાલુ છે. ટ્રમ્પના સત્તામાં આવ્યા બાદથી ચીનના ઉભરતા અર્થતંત્રને રોકવાની અમેરિકાની વિદેશ નીતિનો સૌથી અગત્યનો હિસ્સો બની ચૂકયો છે અને તેના માટે અમેરિકાને ભારતની જરૂર છે. દા.ત. અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ 5જી માટે ચીની કંપની હુવેઇ માટે દરવાજા બંધ કરવા માટે કેટલીય વખત ભારત પર દબાણ બનાવાની કોશિષ કરી.

અખબારે તમામ તર્ક આપ્યા બાદ અંતમાં લખ્યું કે શીતયુદ્ધમાં અમેરિકા આર્થિક, સૈન્ય અને સુરક્ષા મદદથી સહયોગીઓને આકર્ષતું હતું. પરંતુ ટ્રમ્પ તો ભારતને કોઇ અસલી ફાયદો પહોંચાડી રહ્યા નથી. તેની જગ્યાએ તેઓ ભારત પર વેપાર, હથિયાર વેચાણ અને અન્ય બાબતમાં દબાણની રણનીતિ પર કામ કરી રહ્યા છે. આત્મવિશ્વાસથી યુક્ત અને મહત્વકાંક્ષી ભારત માટે ટ્રમ્પના પ્રવાસથી ભલે કેટલાંક હેતુ પૂરા થઇ જાય પરંતુ ભારત અમેરિકાના પક્ષામાં સૂંપૂર્ણપણે આવવાનું નથી.

આ વીડિયો પણ જુઓ : ડોનાલ્ડ ટ્રમ્પ રોડ શો માં પર્ફોમન્સ કરી મહિલાઓએ આપી પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન