China Also Banned 11 American MP's And Citizens
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • અમેરિકન કાર્યવાહીથી ભડક્યું ચીન, USને તેની જ ભાષામાં ડ્રેગને આપ્યો કચકચાવીને જવાબ

અમેરિકન કાર્યવાહીથી ભડક્યું ચીન, USને તેની જ ભાષામાં ડ્રેગને આપ્યો કચકચાવીને જવાબ

 | 4:48 pm IST

અમેરિકા અને ચીનની વચ્ચે તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. અમેરિકી કાર્યવાહીના જવાબમાં હવે ચીન 11 અમેરિકી સાંસદો અને નાગરિકો પર પ્રતિબંધ લગાવવા જઇ રહ્યું છે. આ પહેલા અમેરિકાએ શુક્રવારના હોંગકોંગ મુદ્દાને લઇને 11 ચીની અધિકારીઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અમેરિકાની આ કાર્યવાહીનો વળતો જવાબ આપતા ચીને પણ સોમવારના ટેડ ક્રૂઝ અને મૈક્રો રૂબિયો સહિત 11 અમેરિકન સાંસદો અને નાગરિકો પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે.

અમેરિકા સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરે – ચીન

ચીને કહ્યું છે કે હોંગકોંગના મુદ્દા પર કેટલાક અમેરિકન સાંસદોનું આચરણ બિલકુલ ખોટું હતુ, જેના કારણથી તેમના પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિઝિઆને કહ્યું છે કે, અમેરિકા સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરે અને ચીનના આંતરિક મુદ્દાઓમાં દખલ કરવાનું બંધ કરે. ઝાઓએ કહ્યું કે અમેરિકાના આ પગલાંથી આંતરરાષ્ટ્રિય કાયદાનું ગંભીર રીતે ઉલ્લંઘન થયું છે.

અમેરિકાએ હોંગકોંગનો ખાસ દરજ્જો પણ ખત્મ કરી દીધો

અમેરિકાએ શુક્રવારના હોંગકોંગ ચીફ એક્ઝિક્યૂટિવ કૈરી લૈમની અમેરિકન સંપત્તિઓને ફ્રીજ કરવાની જાહેરાત કરી હતી. ચીને હોંગકોંગ પર પોતાનું નિયંત્રણ વધારવા માટે સુરક્ષા કાયદો લાગુ કર્યો છે, જેનો અમેરિકા સહિત અનેક દેશો વિરોધ કરી રહ્યા છે. અમેરિકાએ હોંગકોંગમાં કૈરી લૈમ અને અન્ય અધિકારીઓને ચીનની લોકશાહીની પ્રક્રિયાઓ કચેડવાની નીતિઓ લાગુ કરવા માટે જવાબદાર ઠેરવ્યા હતા. કેટલાક દિવસ પહેલા અમેરિકાએ હોંગકોંગનો ખાસ દરજ્જો પણ ખત્મ કરી દીધો હતો. હોંગકોંગ ચીનની ‘વન નેશનલ, ટૂ સિસ્ટમ’નો ભાગ છે, જે અંતર્ગત હોંગકોંગને અનેક મામલે સ્વાયત્તતા છે.

બ્રિટનને પણ ચીનની ધમકી

જોકે હવે ચીન નવા સુરક્ષા કાયદા દ્વારા સ્વાયત્તતાને છીનવાના પ્રયત્નો કરી રહ્યું છે. બ્રિટન દ્વારા હોંગકોંગ ચીનને 1997માં સોંપવામાં આવ્યું હતુ. બ્રિટને ચીન પાસે આ શહેરને 20147 સુધી સ્વાયત્તતા આપવાની ગેરંટી લીધી હતી. અમેરિકા ઉપરાંત બ્રિટન પણ હોંગકોંગમાં ચીનના સુરક્ષા કાયદાનો વિરોધ કરી રહ્યું છે. બ્રિટને હોંગકોંગના લગભગ સાડા ત્રણ લાખ બ્રિટિશ પાસપોર્ટધારકો અને લગભગ 26 લાખ અન્ય લોકો માટે બ્રિટનમાં 5 વર્ષ માટે રહેવાનો રસ્તો પણ ખોલી દીધો છે. બ્રિટનના આ પગલાથી ચીને અંજામ ભોગવવાની ધમકી પણ આપી છે.

આ વિડીયો પણ જુઓ: સાબરકાંઠામાં વહેલી સવારથી જ મેઘમહેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન