China asks Maldives to pay up ‘private loan’
  • Home
  • Featured
  • દેવાની જાળમાં આવ્યો ચીનનો નવો એક ‘શિકાર’, આ દેશને આપી દીધી ધમકી!

દેવાની જાળમાં આવ્યો ચીનનો નવો એક ‘શિકાર’, આ દેશને આપી દીધી ધમકી!

 | 2:00 pm IST

કોરોના વાયરસ મહામારીથી ઝઝૂમી રહેલ માલદીવ સરકારની સામે એક મોટું સંકટ આવી ગયું છે. ચીનની નિકાસ-આયાત (એક્ઝિમ) બેંકે રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ સોલિહની સરકારે કહ્યું છે કે તેઓ 10 મિલિયન ડોલરની રકમ ચૂકવે. ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના એન.સાહિત્ય મૂર્તિના મતે કદાચ આ રકમ સન ગ્રૂપને આપવામાં આવેલ 127 મિલિયન ડોલરની લોનનો હપ્તો છે જે ‘સંપ્રભુ ગેરંટી’ની અંતર્ગત આપવામાં આવ્યો હતો. માલદીવની આર્થિક સ્થિતિ પહેલાંથી બદતર છે. જો તે લોન ભરપાઈ કરવાની ના પાડે છે તો તેની સાખ પર બટ્ટો લાગશે. જો ચૂકવે છે તો તેનાથી કરન્સીની વેલ્યૂ તૂટશે અને ફોરેન ટ્રેડ પર અસર થશે.

ચીનની જાળમાં ફસાઇ ગયું માલદીવ

સામાન્ય રીતે, ‘સાર્વભૌમ ગેરંટી’ ફક્ત સરકારો અને સરકારી ઉપક્રમોને જ મળે છે. ચીને ‘સાર્વભૌમ ગેરંટી’ હેઠળ કુલ 9 અબજ ડોલરની લોન આપી રાખી છે. તેમાંથી સન ગ્રૂપને બાદ કરતાં બાકી બધા જ સરકારી ઉપક્રમ છે. ‘સાર્વભૌમ ગેરંટી’ હેઠળ ડિફોલ્ટ પર રાજ્ય/દેશને દેવું ચુકવવું પડે છે. જો સોલિહ સરકાર દેવું ચૂકવવાનો ઇનકાર કરે છે તો તેનાથી વૈશ્વિક ક્રેડિટ માર્કેટસમાં માલદીવની વિશ્વસનીયતા પર અસર પડી શકે છે.

ટેક્સ કલેકશન ખૂબ જ ઓછું, કયાંથી ચૂકવશે લોન

ચીન દ્વારા માલદીવને કેટલી લોન આપવામાં આવી છે તેના વિશે કોઈ સત્તાવાર ડેટા નથી. નવેમ્બર 2018 માં, માલદીવના તત્કાલીન રાષ્ટ્રપતિ, મોહમ્મદ નસિદે કહ્યું હતું કે ‘મારી પાસે જેટલી માહિતી છે, એકલા ચીનને જ 3 અબજ આપવાના છે.” માલદીવ વાર્ષિક 1 અબજ ડોલરથી પણ ઓછો ટેક્સ વસૂલૂ શકે છે. તે જ વર્ષે, વિશ્વ બેંકનો એક અહેવાલ બહાર આવ્યો જેમાં કહેવામાં આવ્યું કે ચીને માલદીવ માટેની લોનનો હપ્તો ઘટાડી દીધો છે. માલદીવ પરના કુલ દેવાનો લગભગ 45 ટકા હિસ્સો ચીનનો છે.

ચીન ગરીબ દેશોને દેવાની જાળમાં ફસાવે છે

જૂન મહિનામાં વર્લ્ડ બેંકના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઓછી આવક ધરાવતા 68 દેશોમાંથી 49 દેશો પર સૌથી વધુ લોન ચીને આપી રાખી છે. 2018 ના આંકડા મુજબ તેમની પાસે ચીનના પ્રત્યે કુલ 102 અબજ ડોલરની જવાબદારી હતી. વર્લ્ડ બેંકે કહ્યું હતું કે 68 માંથી 27 દેશો એવા છે કે દેવાના કારણે ઘણી મુશ્કેલીમાં છે. અડધાથી વધુ દેશોમાં તણાવનું કારણ ચીન હતું.

આ વીડિયો પણ જુઓ : દસ વર્ષથી PM મોદીને રાખડી બાંધતી રિપલની રક્ષાબંધન સૂની બની ગઇ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન