China Banned Import Of Meat Of Pork From India
  • Home
  • Featured
  • સરહદ પર યુદ્ધની સ્થિતિ વચ્ચે ચીને ખેલી નાંખ્યો ખેલ, ભારતને આપ્યો વધુ એક ઝાટકો

સરહદ પર યુદ્ધની સ્થિતિ વચ્ચે ચીને ખેલી નાંખ્યો ખેલ, ભારતને આપ્યો વધુ એક ઝાટકો

 | 7:04 pm IST

સીમા પર તણાવની વચ્ચે ચીન ભારતને વધુ એક ઝાટકો આપવાની તૈયારીમાં છે. ચીને કહ્યું કે તે ભારતથી પોર્ક (ડુક્કર)નાં માંસ પર પ્રતિબંધ લગાવવા જઇ રહ્યું છે. ચીનનાં આ પગલાને ત્યાંની સરકારી મીડિયાએ ખુદ જ વર્તમાન સીમા તણાવ સાથે જોડ્યું છે. ચીનનાં કસ્ટમ ડ્યૂટી વિભાગે અને કૃષિ તેમજ ગ્રમાણિ મુદ્દાનાં મંત્રાલયે બુધવારનાં સંયુક્ત રીતથી એક નોટિસ જાહેર કરી છે.

કોરોના મહામારીમાં પણ ચીનમાં ડુક્કરનાં માંસની માંગ નથી ઘટી

આમાં કહેવામાં આવ્યું કે ચીન ભારતથી ડુક્કરો અને તેનાથી જોડાયેલા ઉત્પાદનો પર પ્રતિબંધ લગાવવા જઇ રહ્યું છે. પ્રતિબંધ લગાવવાનું કારણે આફ્રિકન સ્વાઇન ફીવરને રોકવા અને વન્યજીવોની સુરક્ષા ગણાવવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ભારતમાં સ્વાઇન ફ્લૂનો પહેલો કેસ મે મહિનામાં આવ્યો હતો અને આસામમાં આ બીમારીથી 14000 ડુક્કરોનાં જીવ ગયા છે. તો ચીનમાં બીમારીનો પહેલો કેસ ઑગષ્ટ 2018માં આવ્યો હતો. ચીનમાં ડુક્કરનાં માંસની ભારે માંગ થાય છે. કોરોના વાયરસની મહામારી દરમિયાન પણ ચીનમાં ડુક્કરનાં માંસની માંગ ઘટી નથી.

લવાન ખીણમાં બંને દેશોની વચ્ચે તણાવનાં કારણે લીધો નિર્ણય

જો કે સરકારી નોટિસમાં ભારત-ચીનની વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ સરકારનું મુખપત્ર ગણાતા ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, ગલવાન ખીણમાં બંને દેશોની વચ્ચે તણાવની વચ્ચે ભારતથી પૉર્કની આયાત પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગ્લોબલ ટાઇમ્સે બંને દેશોની વચ્ચે વર્તમાન તણાવ માટે ભારતને જવાબદાર ઠેરવતા લખ્યું, ચીની વિસ્તારથી અડીને આવેલી સીમામાં ભારતે ગેરકાયદેસર રીતથી ડિફેન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું શરૂ કર્યું જેના કારણે ટકરાવ શરૂ થયો.

ઑસ્ટ્રેલિયા પર પણ અજમાવી ચુક્યું છે આ હથિયાર

ભારતનાં વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ગુરૂવારનાં જણાવ્યું કે બંને પક્ષ સીમા પર ચાલી રહેલા તણાવને શાંતિપૂર્વક ઉકેલવાનાં પ્રયત્ન કરી રહ્યા છે. એક દિવસ પહેલા ભારતમાં ચીની રાજદૂત સન વેડાંગે કહ્યું હતુ કે બંને દેશો એક-બીજા માટે ખતરો નથી અને વાતચીત દ્વારા મતભેદ દૂર કરવા જોઇએ. આ પહેલા ચીન કોરોના વાયરસ મહામારીની આંતરરાષ્ટ્રિય તપાસ કરાવવાની માંગ કરનારા ઑસ્ટ્રેલિયાની વિરુદ્ધ પણ વેપારને હથિયાર બનાવી ચુક્યું છે.

આ વિડીયો પણ જુઓ: લોકડાઉન 5.0ને લઈ નવસારીના સ્થાનિકોની પ્રતિક્રિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન