China Banned On Eating Or Selling Wild Animals In Wuhan
  • Home
  • Corona live
  • કોરોના: આખરે દુનિયાનાં દબાવને કારણે ઝુક્યું ચીન, લીધો આ મસમોટો નિર્ણય

કોરોના: આખરે દુનિયાનાં દબાવને કારણે ઝુક્યું ચીન, લીધો આ મસમોટો નિર્ણય

 | 3:53 pm IST

ચીનનાં જે શહેરથી કોરોના વાયરસ આખી દુનિયામાં ફેલાયો, આખરે ચીને તે વુહાન શહેરમાં જંગલી જાનવરોનાં ભોજન પર પ્રતિબંધ લગાવી દીધો છે. વુહાન સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી એક નોટિસ પ્રમાણે નવી નીતિ આગામી 5 વર્ષ સુધી લાગુ રહેશે. ઉલ્લેખનીય છે કે રિપોર્ટ પ્રમાણે વુહાન સરકારની સત્તાવાર વેબસાઇટ પર એક નવો રેગ્યુલેશન જાહેર કરવામાં આવ્યો છે. આ અનુસાર જંગલી જાનવરોનાં ખાવા અને શિકાર કરવા પર વુહાનમાં પ્રતિબંધ લગાવવામાં આવે છે.

જંગલી જનાવરોને ખાવા પર 5 વર્ષનો પ્રતિબંધ

આદેશ પ્રમાણે જંગલી જાનવરો અને તેની પ્રોડક્ટ્સનાં પુરવઠાને પ્રતિબંધિત કરવામાં આવે છે, જેમાં તમામ વન્યજીવો સામેલ છે. વન્યજીવ જાનવર જે રાષ્ટ્રિય અને હુબેઈ પ્રાંતિય સંરક્ષણ યાદીમાં છે. આમાં મહત્વપૂર્ણ સંરક્ષણ અંતર્ગત કિંમતી જંગલી જનાવર અને લુપ્ત થઇ રહેલા જળચર જંગલી પ્રાણીઓ પણ સામેલ છે. આ આદેશ સાથે જ હવે વુહાનમાં શિયાળ, મગર, વરૂઓ, સાપ, ઉંદર, મોર સહિત અનેક જંગલી જનાવરોને ખાવા પર 5 વર્ષનો પ્રતિબંધ લાગી ગયો છે.

ચીનનાં ખાન-પાનનો મહત્વનો ભાગ જંગલી જાનવરો

આ ઉપરાંત કોઈપણ સંગઠન અથવા વ્યક્તિને વાઇલ્ડલાઇફ અથવા તેનાથી જોડાયેલી પ્રોડક્ટ્સનાં પ્રોડક્શન, પ્રોસેસ કરવા, ઉપયોગ અથવા કૉમર્શિયલ ઑપરેશનની પરવાનગી નહી અપાય. ચીનનાં ખાન-પાનનો મહત્વનો ભાગ ગણાતા જાનવરો પર હવે વુહાનમાં પ્રતિબંધ બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે મોટી વસ્તીવાળી વુહાન શહેરમાં આ પ્રતિબંધ લગાવવો એક મોટું પગલું છે.

વુહાનમાંથી ફેલાયો હતો કોરોના વાયરસ

ઉલ્લેખનીય છે કે ચીનનાં વુહાન શહેરથી કોરોના ફેલાયો હોવાની શક્યતાઓ શરૂઆતથી જ વ્યક્ત કરવામાં આવી રહી છે. વુહાન સ્થિત વેટ માર્કેટને ચીને વાયરસનાં પ્રસારને રોકવા માટે જાન્યુઆરીમાં જ બંધ કરવાનો નિર્ણય લીધો હતો અને વન્યજીવોનાં વેપાર અને પુરવઠા પર અસ્થાઈ પ્રતિબંધ લગાવવાનાં આદેશ પહેલા જ આપ્યો હતો.

આ વિડીયો પણ જુઓ: લોકડાઉન – 4માં છૂટછાટ મળતા અમદાવાદમાં લોકોની ભીડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન